ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market Closing Bell : સપ્તાહના છેલ્લા દિવસે શેરમાર્કેટ ફરી તૂટ્યું, BSE Sensex 231 પોઈન્ટનો કડાકો - એડવાન્સ ડેકલાઈન રેશિયો

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ ભારતીય શેરબજારમાં નબળું વલણ જોવા મળ્યું હતું. ચાલુ સપ્તાહમાં ભારે વેચવાલીના પગલે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આજે ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 231 અને 82 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ થયો હતો.

Share Market Closing Bell
Share Market Closing Bell

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 4:37 PM IST

મુંબઈ :આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરમાર્કેટમાં જોરદાર એક્શનના અંતે કડાકો બોલ્યો છે. આજે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ડાઉન ખુલ્યું હતું. ત્યારબાદ દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. દરેક ઉછાળા સાથે વેચવાલી નીકળતા બજાર સતત ડાઉન રહ્યું હતું. જોકે BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 231 અને 82 પોઈન્ટ પર બંધ રહ્યા હતા.

BSE Sensex : આજે 20 ઓક્ટોબર શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 65, 629 બંધની સામે 192 પોઈન્ટ ઘટીને 65,437 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે સેન્સેક્સ ઈન્ડેક્સે 65,308 પોઈન્ટ ડાઉન અને 65,555 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. BSE Sensex નીચા મથાળે ખુલ્યા બાદ પ્રથમ ઉપર ઊંચકાયો હતો. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે નીચે પટકાતો રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 231.62 પોઈન્ટ તૂટીને 65,397 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.35 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 82 પોઈન્ટ (0.42%) ઘટીને 19,542 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,518 ના મથાળે ડાઉન ખુલ્યો હતો. ત્યારબાદ NSE Nifty 19,518 પોઈન્ટ સુધી ડાઉન અને 19,593 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે સતત ઉપર નીચે થતું રહ્યું હતું. ગતરોજ NSE Nifty ઈનડેક્સ ઘટીને 19,624 ના મથાળે લાલ રંગમાં બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં કોટક મહિન્દ્રા (1.67 %), ઇન્ડસઇન્ડ બેંક (1.27 %), ટીસીએસ (0.91 %), નેસ્લે (0.76 %) અને એનટીપીસી (0.71 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં આઇટીસી (-2.68 %), ટાટા સ્ટીલ (-2.22 %), એચયુએલ (-2.07 %), SBI (-1.40 %) અને JSW સ્ટીલ (-1.39 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 620 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1463 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં કોટક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ અને HDFC બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. Share Market Opening 20 Oct : બજાર સપ્તાહના છેલ્લા દિવસે પણ ક્રેશ થયું, સેન્સેક્સ 274 પોઈન્ટ તૂટ્યો
  2. Share Market Closing: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર બંધ, નિફ્ટી 19600 આસપાસ, સેન્સેક્સ 247 પોઈન્ટ તૂટ્યો

ABOUT THE AUTHOR

...view details