નવી દિલ્હી:સહારા જૂથની ચાર સહકારી મંડળીઓમાં જમા પોતાના પૈસા પરત મેળવવા માટે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયાના દાવા મળ્યા છે. સહારા જૂથની 4 સહકારી મંડળીઓમાં જમા કરાયેલા રોકાણકારોના નાણાં પરત કરવા માટે આ પોર્ટલ થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવ્યું છે.
સહારા રિફંડ પોર્ટલ પર 7 લાખ નોંધણી: અમિત શાહે 18 જુલાઈના રોજ 'CRCS-સહારા રિફંડ પોર્ટલ' લોન્ચ કર્યું છે. સરકારે માર્ચમાં કહ્યું હતું કે, 4 સહકારી મંડળીઓના 10 કરોડ રોકાણકારોને 9 મહિનામાં તેમના પૈસા પાછા મળી જશે. અગાઉ, સુપ્રીમ કોર્ટે સહારા-સેબી રિફંડ ખાતામાંથી 5,000 કરોડ રૂપિયા સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ના ખાતામાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં સહારાના 7 લાખ રોકાણકારોએ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અંતર્ગત કુલ 150 કરોડ રૂપિયાની રકમનો દાવો કરવામાં આવ્યો છે.
પૈસા પાછા લેવાની પ્રક્રિયા: સહારા રિફંડ પોર્ટલ દ્વારા, એવા રોકાણકારોને નાણાં પરત કરવામાં આવશે જેમની રોકાણની મેચ્યોરિટી પૂરી થઈ ગઈ છે. રોકાણકારોએ પહેલા પોર્ટલ પર તેમના નામ રજીસ્ટર કરાવવાના રહેશે. ચકાસણી પછી, રિફંડ પ્રક્રિયા શરૂ થશે. આ પછી, સહારા જૂથની સમિતિઓ 30 દિવસમાં દસ્તાવેજોની ચકાસણી કરશે. ઓનલાઈન દાવો દાખલ કર્યાના 15 દિવસની અંદર રોકાણકારોને SMS મોકલીને જાણ કરવામાં આવશે. આ પછી રોકાણની રકમ બેંક ખાતામાં આવશે. કુલ મળીને, આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 45 દિવસનો સમય લાગી શકે છે.
IRDAએ આ નિર્ણય લીધો:સહારા ગ્રૂપની વીમા કંપનીની કથળતી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને IRDAએ આ નિર્ણય લીધો હતો. આની સામે સહારા ઈન્ડિયા લાઈફ સેટમાં અપીલ કરવામાં આવી હતી. એપેલેટ ટ્રિબ્યુનલે મંગળવારે પસાર કરેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે, IRDAના આ આદેશના અમલ પર આગામી આદેશો સુધી રોક લગાવવામાં આવી રહી છે. આ મામલો હવે 3 ઓગસ્ટે સુનાવણી માટે સૂચિબદ્ધ છે.
આ પણ વાંચો:
- Employees Provident Fund: PF પર મળશે હવે 8.15 ટકા વ્યાજ, 6 કરોડ લોકોને ફાયદો, ઓગસ્ટથી ખાતામાં જમા થશે
- Government Yojana: આ યોજનામાં મહિલાઓને 6000 રુપિયા મળશે, યોજનાનો લાભ લેવા માટે આ રીતે અરજી કરો