અમદાવાદ:સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારની નબળી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 50 પોઈન્ટ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી 19650ની નીચે જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ 90 પોઈન્ટ ઘટ્યો: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત સપાટ થઈ છે. બજારના મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ મામૂલી નરમાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. BSE સેન્સેક્સ 90 પોઈન્ટ ઘટીને 66100ની નજીક છે અને NSE નિફ્ટી 30 પોઈન્ટ ઘટીને 19,600ની સપાટીએ છે.
પાવરગ્રીડનો સ્ટોક 1.5% ચઢ્યો:બજારમાં બેન્કિંગ અને FMCG સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી છે. આ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 106 પોઈન્ટ ઘટીને 66,160 પર બંધ થયો હતો. BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોમાં જોરદાર કાર્યવાહી જોવા મળી રહી છે. એશિયન પેઈન્ટ્સ, એચયુએલ અને અન્ય હેવીવેઈટ્સ ટોપ લૂઝર હતા, જ્યારે પાવરગ્રીડનો સ્ટોક 1.5% ચઢ્યો હતો.
ક્યાં શેરોના ભાવ વધ્યા:એનટીપીસી, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરો વધ્યા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શુક્રવારે રૂ. 1,023.91 કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી. એમ એક્સચેન્જ ડેટા અનુસાર. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે ભારતમાં બજારની અન્ડરલાઇંગ સ્ટ્રેન્થ મજબૂત હોવા છતાં, છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 5,000 કરોડનું FPIનું વેચાણ તેજીને રોકી શકે છે.
ક્યાં શેરોના ભાવ ઘટ્યા:જો કે, પાછળથી બંને બેન્ચમાર્ક સૂચકાંકો પ્રારંભિક ઘટાડાથી ફ્લેટ બાઉન્સ બેક ટ્રેડ કરી રહ્યા હતા. BSE બેન્ચમાર્ક 10.26 પોઈન્ટ વધીને 66,170.46 પર જ્યારે નિફ્ટી 1.40 પોઈન્ટ વધીને 19,647.45 પર ટ્રેડ થયો હતો. સેન્સેક્સ પેકમાંથી એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર અને કોટક મહિન્દ્રા બેંક સૌથી વધુ પાછળ હતા.
(પીટીઆઈ)
- Government Yojana: આ યોજનામાં મહિલાઓને 6000 રુપિયા મળશે, યોજનાનો લાભ લેવા માટે આ રીતે અરજી કરો
- Employees Provident Fund: PF પર મળશે હવે 8.15 ટકા વ્યાજ, 6 કરોડ લોકોને ફાયદો, ઓગસ્ટથી ખાતામાં જમા થશે