મુંબઈ: વૈશ્વિક બજારોમાં નબળા વલણ, વૈશ્વિક બેંકિંગ સિસ્ટમના સ્વાસ્થ્ય અંગેની ચિંતા અને યુરોપ અને અમેરિકામાં દર વધારા અંગેની અનિશ્ચિતતા વચ્ચે ગુરુવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. આ દરમિયાન BSEના 30 શેરોવાળા સેન્સેક્સમાં 205.24 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 78.45 પોઈન્ટ અથવા 0.46 ટકાના ઘટાડા સાથે 16,893.70 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચો:Paytm UPI Liteના યુઝર્સની સંખ્યા 2 મિલિયનને પાર, દરરોજ 5 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન
પાંચમા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો: સેન્સેક્સમાં 20 કંપનીઓના શેર્સ ખોટમાં હતા જ્યારે નિફ્ટીમાં 30 શેર્સ. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી અને સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો હતો. નકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે હોંગકોંગ અને જાપાન સહિતના એશિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. યુરોપિયન બજારોને બુધવારે પણ નુકસાન થયું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં બુધવારે 30 શેરો વાળા સેન્સેક્સ 344.29 પોઈન્ટ્સ અથવા 0.59 ટકા ઘટીને 57,555.90 ના સ્તર પર બંધ થયા હતા. એ જ રીતે, NSE નિફ્ટી 71.15 પોઈન્ટ્સ અથવા 0.42 ટકાના ઘટાડા સાથે 16,972.15 પર બંધ રહ્યો હતો.