ગુજરાત

gujarat

ETV Bharat / business

Satya Nadela: સત્ય નડેલા...... કોઈ પરિચયની જરૂર નથી, આજે તેમનો 56મો જન્મદિવસ છે - સત્ય નડેલાનું લગ્ન જીવન અને તેમની નેટવર્થ

સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે, એવા ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ સત્ય નડેલાનો આજે 56મો જન્મદિવસ છે. જાણો તેમના જન્મદિન નિમિત્તે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.

Etv Bharat
Etv BharatSatya Nadela

By

Published : Aug 19, 2023, 11:11 AM IST

હૈદરાબાદઃ19 ઓગસ્ટ, 1967 ના રોજ હૈદરાબાદમાં જન્મેલા, માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાનો આજે જન્મદિવસ છે. ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ સત્ય નડેલાને કોઈ પરિચયની જરૂર નથી. સત્ય નડેલાએ સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. તે પોતાની પ્રતિભાના આધારે માઈક્રોસોફ્ટના CEO બનીને જવાબદારીઓ નિભાવી રહ્યા છે. આવો જાણીએ સત્ય નડેલાના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.

સત્ય નડેલાનું શિક્ષણઃસિવિલ સર્વન્ટ પિતા અને સંસ્કૃત લેક્ચરર માતા, નાડેલાના બાળપણમાં તેમની ભાવિ સફળતાનો પાયો નાખ્યો હતો. 19 ઓગસ્ટ, 1967ના રોજ હૈદરાબાદમાં જન્મેલા નડેલાએ હૈદરાબાદ પબ્લિક સ્કૂલ, બેગમપેટમાં અભ્યાસ કર્યો હતો. IITની પરીક્ષા પાસ કરવાના પ્રયાસમાં નડેલા નિષ્ફળ ગયા હતા. જોકે, તેણે મેસરામાં બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી અને મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં પ્રવેશ મેળવ્યો હતો. 1988માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. બાદમાં તેમણે યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મિલવૌકીમાં કમ્પ્યુટર સાયન્સમાં એમએસનો અભ્યાસ કર્યો હતો. નડેલાએ યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA કર્યું છે.

માઇક્રોસોફ્ટમાં નડેલાની સફરઃ સત્ય નડેલા માઈક્રોસોફ્ટમાં જોડાતા પહેલા, સન માઈક્રોસિસ્ટમ્સમાં કામ કરતા હતા, જે કોમ્પ્યુટર, સોફ્ટવેર અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેવાઓ વેચતી કંપની હતી. સન માઈક્રોસિસ્ટમ્સ છોડ્યા પછી, નાડેલા 1992 માં ઈજનેર તરીકે માઈક્રોસોફ્ટમાં જોડાયા. 2000 માં, તેમણે માઈક્રોસોફ્ટ સેન્ટ્રલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમની પ્રથમ એક્ઝિક્યુટિવ ભૂમિકા મેળવી હતી. ત્યારથી, ભારતીય એન્જિનિયરે પાછું વળીને જોયું નથી. સત્ય નાડેલાએ 4 ફેબ્રુઆરી, 2014 ના રોજ માઈક્રોસોફ્ટની બાગડોર સંભાળી, સ્ટીવ બાલ્મરે રાજીનામું આપવાનું નક્કી કર્યા પછી સીઈઓ તરીકે સત્ય નડેલાની નિમણૂક કરવાનો નિર્ણય માઇક્રોસોફ્ટ અને બાલ્મરના સ્થાપક બિલ ગેટ્સ દ્વારા લેવામાં આવ્યો હતો.

લગ્ન જીવન અને તેમની નેટવર્થઃવર્ષ 1992માં સત્ય નડેલાએ અનુપમા સાથે લગ્ન કર્યા હતા. અનુપમા સત્યાના પિતાના મિત્રની પુત્રી છે. સત્ય અને અનુપમાને 3 બાળકો છે. તેમને 2 પુત્રી અને 1 પુત્ર છે. 2019 માં, નાડેલાને ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT) પર્સન ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, સત્યનડેલાની કુલ સંપત્તિ લગભગ 320 મિલિયન ડોલર છે.

આ પણ વાંચોઃ

Policy Rate: RBI આગામી સમીક્ષા બેઠકમાં પોલિસી રેટ ફરીથી યથાવત રાખશે તેવી અપેક્ષા: Crisil

PM Vishwakarma Yojana : 'PM વિશ્વકર્મા' યોજનાને એલાનના 24 કલાકની અંદર જ સરકારે મંજૂરી આપી દીધી

ABOUT THE AUTHOR

...view details