ગુજરાત

gujarat

ETV Bharat / business

US Dollar સામે રૂપિયો 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો - વિદેશી વિનિમય સમાચાર

ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 81.90 પર ખૂલ્યો હતો, પછી ઘટીને 81.93 થઈ ગયો (Rupee Hits Record Low) હતો. આ રીતે રૂપિયો અગાઉના બંધ ભાવ સામે 40 પૈસા તૂટ્યો હતો. મંગળવારે યુએસ ચલણ સામે (Rupee falls against US dollar) રૂપિયાનો વિનિમય દર 14 પૈસા વધીને 81.53 પ્રતિ ડોલર થયો હતો.

યુએસ ડોલર સામે રૂપિયો 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો
યુએસ ડોલર સામે રૂપિયો 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો

By

Published : Sep 28, 2022, 2:09 PM IST

મુંબઈ:યુએસ ચલણમાં મજબૂતી વચ્ચે બુધવારે શરૂઆતના કારોબારમાં યુએસ (Rupee falls against US dollar) ડોલર સામે રૂપિયો 40 પૈસા ઘટીને 81.93ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો (Rupee Hits Record Low) હતો. આ દરમિયાન રોકાણકારોમાં જોખમ ટાળવાની ભાવનાએ પણ રૂપિયા પર દબાણ કર્યું. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, સ્થાનિક શેરબજારોમાં ઘટાડા અને વિદેશી ભંડોળના આઉટફ્લોને કારણે પણ રોકાણકારોનું વલણ નરમ પડ્યું છે.

ડોલર સામે રૂપિયો:ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 81.90 પર ખૂલ્યો હતો, પછી ઘટીને 81.93 થઈ ગયો હતો.રૂપિયો અગાઉના બંધ ભાવ સામે 40 પૈસા તૂટ્યો હતો. મંગળવારે યુએસ ચલણ સામે રૂપિયાનો વિનિમય દર 14 પૈસા વધીને 81.53 પ્રતિ ડોલર થયો હતો. આ દરમિયાન ડોલર ઇન્ડેક્સ છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત ડોલર ઇન્ડેક્સ 0.40 ટકા વધીને 114.55 પર પહોંચ્યો હતો.

શેરનું વેચાણ:વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.33 ટકા ઘટીને બેરલ દીઠ 85.12 ડોલર હતો. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે મંગળવારે રૂપિયા 2,823.96 કરોડના શેરનું વેચાણ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details