ગુજરાત

gujarat

ETV Bharat / business

RBIની નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં વધુ એક વધારો થઈ શકે - આરબીઆઈની આજથી નાણાકીય સમીક્ષા બેઠક

દેશની મધ્યસ્થ બેન્કે ફરીથી રેપોરેટમાં ફેરફાર કરતા લોન સહિતની વસ્તુઓ મોંઘી થવાના એંધાણ છે. ખાસ કરીને બેન્ક સર્વિસને લગતા નિર્ણય મધ્યસ્થ બેન્કે લેતા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા હેડલાઈન્સમાં છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (reserve Bank of India) ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક (monetary review meeting) બુધવારથી શરૂ થશે, જેમાં ઉચ્ચ ફુગાવાને રોકવા માટે રેપો રેટ (repo rate) માં 0.50 ટકાના વધારાની શક્યતા છે.

Etv BharatRBIની નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં વધુ એક વધારો થઈ શકે
Etv BharatRBIની નાણાકીય સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં વધુ એક વધારો થઈ શકે

By

Published : Sep 28, 2022, 12:00 PM IST

મુંબઈ: ઉચ્ચ ફુગાવાને રોકવા માટે રેપો રેટમાં 0.50 ટકાના વધુ વધારાની શક્યતા વચ્ચે બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(reserve Bank of India)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક શરૂ (monetary review meeting) થશે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ સહિત અન્ય મોટી સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં વધારાને અનુરૂપ RBI પણ રેપો રેટમાં વધારો કરી શકે છે. MPCની ભલામણોના આધારે RBIએ જૂન અને ઓગસ્ટમાં રેપો રેટ (repo rate) માં 0.50 ટકાનો વધારો કર્યો હતો.

MPCની બેઠક:અગાઉ મે મહિનામાં કેન્દ્રીય બેંકે તેની અચાનક બેઠકમાં વ્યાજ દરમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં MPCની બેઠક 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. દરો અંગેનો નિર્ણય શુક્રવારે એટલે કે 30 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. નિષ્ણાતોના મતે કેન્દ્રીય બેંકફરી એક વખત કી પોલિસીરેટ રેપોને 0.50 ટકા વધારીને 5.9 ટકાના ત્રણ વર્ષની ટોચે લઈ શકે છે. હાલમાં તે 5.4 ટકા છે. આરબીઆઈએ મે મહિનાથી રેપો રેટમાં 1.40 ટકાનો વધારો કર્યો છે.

આગામી MPC મીટિંગ:બેન્ક ઓફ બરોડાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, ગયા અઠવાડિયે ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારો કર્યા બાદ વિદેશી વિનિમય બજારમાં તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને આ વખતે નાણાકીય નીતિ પર વધુ બારીકાઈથી નજર રાખવામાં આવશે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી MPC મીટિંગમાં RBIફરી એકવાર રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરી શકે છે. નોંધપાત્ર રીતે, સરકારે આરબીઆઈને રિટેલ ફુગાવો બે ટકાના તફાવત સાથે 4 ટકા પર રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે.

વ્યાજદરમાં સતત વધારો:એન્ડ્રોમેડા લોન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન વી સ્વામીનાથને જણાવ્યું હતું કે, આરબીઆઈ પાસે અન્ય અર્થતંત્રોમાં દરમાં વધારાને ધ્યાનમાં રાખીને દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. પ્રોપર્ટી એડવાઇઝરી ફર્મ એનારોક ગ્રૂપના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ફુગાવાના દબાણને કારણે ઘણા દેશોએ તાજેતરના ભૂતકાળમાં વ્યાજદરમાં સતત વધારો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલું છે અને ફુગાવાને કાબૂમાં લેવા માટે ઉપાચારાત્મક પગલાં લેવા પડશે.

ABOUT THE AUTHOR

...view details