ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રુડ માર્કેટમાં છેલ્લા અઠવાડિયામાં તેજી જોવા મળી હતી. ત્યારે રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.
ગાંધીનગરના ભાવ : તારીખ 18 જુલાઈ મંગળવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.55 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.30 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.08 પૈસાનો ઘટાડો થયો છે.
અમદાવાદના ભાવ :તારીખ 18 જુલાઈ મંગળવારના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.51 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.25 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.01 પૈસાનો વધારો થયો છે.
સુરતના ભાવ :તારીખ 18 જુલાઈ મંગળવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.25 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.01 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.05 પૈસાનો ઘટાડો થયો છે.
રાજકોટના ભાવ :તારીખ 18 જુલાઈ મંગળવારના રોજ રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. આમ આજે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં કોઈ જ વધારો-ઘટાડો થયો નથી.
વડોદરાના ભાવ :તારીખ 18 જુલાઈ મંગળવારના રોજ વડોદરામાં પેટ્રોલની કિંમત 96.16 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.90 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.12 પૈસાનો વધારો થયો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં કહી ખુશી કહી ગમ અસર :ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર છે. આથી આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. પેટ્રોલ-ડીઝલની કિંમત પર ચોમાસાની કોઈ અસર વર્તાય છે કે કેમ તે જોવું રહ્યું. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.
- Income tax returns : ફોર્મ 16 વિના IT રિટર્ન ફાઇલ કરવા માટેની ટિપ્સ
- INCOME TAX News : નવી કર વ્યવસ્થામાં 7.27 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરો ભરવાની જરૂર નથીઃ સીતારમણ