અમદાવાદસપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 417.92 પોઈન્ટ (0.70 ટકા)ના વધારા સાથે 60,260.13ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 119 પોઈન્ટ (0.67 ટકા)ની મજબૂતી સાથે 17,944.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 60,000ને પાર તો નિફ્ટી 18,000ની નજીક પહોંચી ગયો છે.
આ પણ વાંચોSBIના ચેરમેને કહ્યું સપ્ટેમ્બરના અંત સુધી સ્થિતિ થશે વધુ સારી