ગુજરાત

gujarat

ETV Bharat / business

હવે રુપિયો પણ બન્યો ડિજિટલ, આવતી કાલથી સામાન્ય માણસ માટે થશે ઉપલ્ધ

ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ (Digital Payment System) દ્વારા લોકોને ચોરી થવાના ભયમાંથી રાહત મળી છે. હવેથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર રહેંશે નહિં. એટલુંજ નહીં આ વાત સાથે જ એક નવા ખુશીના સમાચાર મળ્યા છે કે, રુપિયો પણ ડિજિટલ (Digital rupee) થવા જઈ રહ્યો (Announced to launch digital rupee) છે. હવે એ દિવસ દુર નથી. રુપિયા હવે ખિસ્સામાં જોવા નહિં મળે. જાણો આ E-Rupee વિશે વિગવાર માહિતી.

Etv Bharatહવે રુપિયો પણ બન્યો ડિજિટલ, આવતી કાલથી સામાન્ય માણસ માટે થશે ઉપલ્ધ
Etv Bharatહવે રુપિયો પણ બન્યો ડિજિટલ, આવતી કાલથી સામાન્ય માણસ માટે થશે ઉપલ્ધ

By

Published : Nov 30, 2022, 1:08 PM IST

ન્યૂઝ ડેસ્ક: ખિસ્સામાં રોકડ રુપિયા લઈ જવું એ જોખમ હતું. ખિસ્સા કપીને ચોરી કરનારાઓથી ભય રહેતો હતો. અત્યાર સુધી હજુ પણ કેસ પૈસાથી આપલે કરી રહ્યા છે. પરંતુ ડિજિટલ (Digital Payment System) ની દુનિયાએ આ પરિસ્થિતિમાં કાયાપલટ કરી નાંખી છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને ખુબજ મોટી રાહત મળી છે. RBIએ તારીખ 1 ડિસેમ્બરથી Digital rupee લોન્ચ કરવાની જહેરાત કરી (Announced to launch digital rupee) છે. RBI એ શેર કરેલી માહિતી અનુસાર Digital rupee ચુકવણીનું એક માધ્યમ હંશે. તમામ નાગરિકો, વ્યવસાયો, સરકાર અને અન્ય લોકો માટે કાનૂની ડેન્ડર હંશે. આ સાથે જ તેનું મુલ્ય સુરક્ષિત સ્ટોરની લીગલ ડેન્ડર નોટ જેડલું જ હંશે. હવે રોકડ રાખવાની જરુરીઆત રહેશે નહિં.

જાણો E-Rupee અંગે: E-Rupee ડિજિટલ ટોકન જેવું જ કામ કરશે. આનો ઉપયોગ ચલણની જેમ જ વ્યવહારો માટે થઈ શકે છે. જેનું વિતરણ RBI બેન્ક દ્વારા કરવામાં આવશે એમ જણાવાયું છે. મોબાઈલ વોલેટ દ્વારા Digital rupeeથી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. આ ઉપરાંત QR કોડ સ્કેન કરીને પણ ચુકવણી કરવી બનશે સરળ.

E-Rupeeના ફાયદા:ડિજિટલ અર્થતંત્રને મજબુત બનાવવામાં થશે સહાયક. હવેથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર રહેંશે નહિં. મોબાઈલવોલેટની જેમ તેમાં પણ પેમેન્ટ કરવાની હંશે સરળ સુવિધા. Digital rupeeને બેન્ક મની અને રોકડમાં કન્વર્ટ કરી શકાશે. વિદેશમાં પૈસા મોકલવામાં જે ખર્ચ થતો હતો તેમાં હવે ઘટાડો થશે. ઈન્ટરનેટ કનેકશન ન હોય તો પણ E-Rupee કામ કરશે. E-Rupeeનું મૂલ્ય હાલની ચલણ જેટલું જ હંશે.

E-Rupeeના ગેરફાયદા:પૈસાની આપલે સંબંધિત ગોપનીયતાને નાશ કરી દેશે. રોકડમાં ટ્રાન્ઝેક્શન કરવાથી ઓળખ ગુપ્ત રહેશે. ડિજિટલ ટ્રાન્જેક્શન પર સરકારની રહેશે નજર. આ ઉરાંત E-Rupee પર વ્યાજ મળશે નહિં.

ડિજિટલ રુપિયો રજૂ કરવાની જાહેરાત:નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં નાણાકીય વર્ષ 2022-2023થી બ્લોક ચેઈન આધારિત ડિજિટલ રુપિયો રજૂ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેન્ક દ્વારા એમ પણ કહેવામાં આવ્યુ હતું કે, ચલણના હાલના સ્વરુપને બદલવાને બદલે RBI ટિજિટલ રુપિયાનો ઉદ્દેશ્ય ડિજિટલ ચલણને પૂરક બનાવવા અને યુઝર્સોને ચુકવણી માટે વધારાનો વિકલ્પ આપવાનો છે.

ABOUT THE AUTHOR

...view details