- જામનગર જિલ્લાની જેલમાં એક પણ કેદી પોઝિટિવ નથી.
- જામનગર જિલ્લાની જેલમાં ૩૬૦ કેદીઓ છે
- પૂર્વે બે કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
જામનગર : હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છેે, ત્યારે જામનગર પંથકમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જોકે જામનગરની જિલ્લા જેલમાં ૩૬૦ કેદીઓ કાચા કામના અને પાકા કામના સજાા ભોગવી રહ્યા છે.
જામનગર જિલ્લા જેલમાં એક પણ કેદી પોઝિટિવ નથી 360માંથી એક પણ કેદી કોરોના રિપોર્ટ પોઝિટિવ નથી
પૂર્વે બે કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ સારવાર બાદ હાલ 360માંથી એક પણ કેદી કોરોના રિપોર્ટ પોઝિટિવ નથી. 20 દિવસ પહેલા જિલ્લા જેલમાં બે કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જોકે તેમને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને બંને કેદીનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે.
કેદીઓને સામાન્ય લક્ષણ જણાઈ તો કોરોના ટેસ્ટ કરવામા આવે છે
જામનગર જિલ્લા જેલ અધિક્ષક એસ જાડેજાએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, જિલ્લા જેલમાં હાલ 360 કેદીઓ સજા ભોગવી રહ્યા છેે. જેમાંથી એક પણ કેદીનો રિપોર્ટ પોઝિટિવ નથી. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા જેલમાં અવારનવાર ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ કેદી બીમાર હોય તો તેમને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.