ગુજરાત

gujarat

ETV Bharat / business

Economic Survey 2023: નાણાપ્રધાને રજૂ કર્યો આર્થિક સર્વે, વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની સંભાવના - Budget 2023

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બુધવારે સામાન્ય બજેટ 2023 રજૂ કરશે. મંગળવારે નાણાપ્રધાન આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જેમાં વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

નાણાપ્રધાને રજૂ કર્યો આર્થિક સર્વે,
નાણાપ્રધાને રજૂ કર્યો આર્થિક સર્વે,

By

Published : Jan 31, 2023, 7:21 PM IST

નવી દિલ્હી:આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ઘટીને 6.8 ટકા રહેવાની ધારણા છે. જો કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. આ અનુમાન મંગળવારે આર્થિક સમીક્ષા 2022-23માં કરવામાં આવ્યું હતું. વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)નો વૃદ્ધિ દર સાત ટકા રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષે 8.7 ટકા હતો.

નાણાકીય પડકારોનો સામનો: વિશ્વના અન્ય ભાગોની જેમ ભારતે પણ યુરોપમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતે મોટાભાગની અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ સારી રીતે પડકારોનો સામનો કર્યો છે.' નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલ આર્થિક સર્વે જણાવે છે કે ભારત PPP (પરચેઝિંગ પાવર પેરિટી)ની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિનિમય દરની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

આ પણ વાંચો:UNION BUDGET 2014-2022: નવા બજેટ પહેલા જાણો મોદી સરકારના જૂના બજેટની કહાની

ફુગાવાની સ્થિતિ: સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે અર્થતંત્રે જે ગુમાવ્યું હતું તે લગભગ પાછું મેળવી લીધું છે. જે અટકી ગયું હતું તે નવીકરણ કરવામાં આવ્યું છે અને રોગચાળા દરમિયાન અને યુરોપમાં સંઘર્ષ પછી જે ગતિ ધીમી પડી હતી તેને ફરીથી સક્રિય કરવામાં આવી છે. તે દર્શાવે છે કે ફુગાવાની સ્થિતિ મોટી ચિંતાનો વિષય ન હોઈ શકે. જો કે દેવાની કિંમત 'લાંબા સમય સુધી એલિવેટેડ રહેવાની શક્યતા છે'.

વ્યાજદરમાં વધુ વધારાના અંદાજ: સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ભારતની રોગચાળા પછીની પુનઃપ્રાપ્તિ પ્રમાણમાં ઝડપી હતી. જેમાં નક્કર સ્થાનિક માંગ, મૂડી રોકાણમાં તેજી દ્વારા વૃદ્ધિને ટેકો મળ્યો હતો, પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના અંદાજો રૂપિયા સામે પડકાર ઉભો કરે છે. વૈશ્વિક કોમોડિટીના ભાવ ઊંચા રહેવાને કારણે ચાલુ ખાતાની ખાધ (CAD) વધવાનું ચાલુ રાખી શકે છે. જો CAD વધુ વધે તો રૂપિયો દબાણમાં આવી શકે છે.

આ પણ વાંચો:Economic Survey 2023: ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકથી પાછળ રહી સરકાર, અડધાથી પણ ઓછી મળી સફળતા

ખાનગી રોકાણમાં વધારો જરૂરી:સમીક્ષા મુજબ નિકાસ મોરચે ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળામાં વૃદ્ધિમાં ઘટાડો થયો છે. વૈશ્વિક વૃદ્ધિ ઘટતા વૈશ્વિક વેપારને કારણે ચાલુ વર્ષના બીજા ભાગમાં નિકાસ પ્રોત્સાહનોમાં ઘટાડો થયો. નાણાકીય વર્ષ 2023-24 માટે વર્તમાન ભાવે વૃદ્ધિ દર 11 ટકા રહેવાની ધારણા છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે આગામી નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો વિકાસ દર મોટાભાગની વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ મજબૂત રહેશે. આ ખાનગી વપરાશમાં સુધારો, બેંકો દ્વારા ધિરાણમાં વેગ અને કંપનીઓ દ્વારા મૂડી ખર્ચમાં વધારાને કારણે થશે. સર્વે જણાવે છે કે મજબૂત વપરાશને કારણે ભારતમાં રોજગારીની સ્થિતિમાં સુધારો થયો છે. પરંતુ રોજગારીની વધુ તકો ઊભી કરવા માટે ખાનગી રોકાણમાં વધારો જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details