નવી દિલ્હીઃ દેશભરમાં ટમેટાની કિંમતમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. જુદા જુદા મહાનગરમાં કિંમત આસમાનને સ્પર્શી રહી છે. આ મામલે હવે સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે વ્હોલસેલ ઈન્ડેક્સ પ્રાઈસમાં એક મોટો નિર્ણય કર્યો છે. 90 રૂપિયાથી આ ભાવ ઘટાડીને 80 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. માર્કેટની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુદા જુદા રાજ્યમાં ટમેટાની કિંમત પર એક રીપોર્ટ તૈયાર કરાયો હતો. જે બાદ કિંમતમાં ઘટાડો કરવા માટે સહમતી બની હતી.
મોટો નિર્ણયઃરવિવારથી જ આ નવો ભાવ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. દિલ્હી, નોઈડા, કાનપુર, લખનઉ, વારાણસી, પટણામાં સૌથી પ્રથમ આ લાગુ થશે. નેશનલ કન્ઝ્યુમર ક-ઑપરેશન ઓફ ફેડરેશન અને નેશનલ એગ્રીકલ્ચર કૉ-ઑપરેશન માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા બન્નેએ સાથે મળીને આ અંગે સરકાર સાથે બેઠક યોજી હતી. તારીખ 14 જુલાઈના રોજ આ પહેલા ટમેટાની કિંમતમાં સમિક્ષા કરવામાં આવી હતી.
આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી ટમેટાનો ફ્રેશ સ્ટોક અને નવો માલ ટૂંક સમયમાં માર્કેટ સુધી આવી પહોંચશે. છેલ્લા પાંચ દિવસથી ટામેટાના વધી રહેલા ભાવે લોકોની આર્થિક સ્થિતિને મોટો ફટકો માર્યો છે. જેની અસર સમગ્ર દેશમાં થઈ રહી છે. દેશના કેટલાક મહાનગરમાં તો ટામેટાના ભાવ 150-160ને પણ પાર થઈ ચૂકયા છે. રોકેટગતિએ ભાવ વધારો થઈ રહ્યો છે. ---વિશાલસિંહ (નેશનલ કન્ઝ્યુમર કૉ-ઑપરેશન ફેડરેશનના ચેરમેન)
ફુગાવો વધ્યોઃજુન મહિના કરતા જુલાઈ મહિનામાં ફુગાવાના દરમાં વધારો થયો હતો. શાકભાજી અને ખાસ કરીને ટમેટાના ભાવ વધી જવાને કારણે છૂટક મોંઘવારી પણ વધી હતી. જેની અસર મધ્યમવર્ગ અને ખાસ કરીને ગૃહિણીઓ પર પડી હતી. જથ્થાબંધ શાકભાજી અને ફ્રૂટના ભાવમાં વધારો થવાને કારણે આર્થિક સ્થિતિનું ચિત્ર બદલાયું હતું. છેલ્લા 18 મહિનાની તુલનામાં જુલાઈ મહિનામાં ફુગાવાના દરમાં ડબલ ડિજિટ જોવા મળ્યા હતા.
વરસાદમાં ભાવ વધારોઃએક બાજુ દેશના જુદા જુદા મહાનગરમાં વરસાદ પડી રહ્યો છે. ટામેટાંનો જથ્થાબંધ ભાવ 16 જુલાઈ, રવિવારના રોજ 10,750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની ઊંચી સપાટીથી ઘટીને 7,575 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ટામેટાંના જથ્થાબંધ ભાવમાં 29 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ટામેટાની કિંમત 220 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી (ટામેટાની કિંમતમાં વધારો). આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર અને ઘણી રાજ્ય સરકારો સામાન્ય લોકોને રાહત આપવા માટે કડક પગલાં લઈ રહી છે.
માર્કેટ નિષ્ણાંતનો મતઃ જાણકારોના મતે નવા પાકના આગમન બાદ સામાન્ય લોકોને મોંઘા ટામેટાંમાંથી રાહત મળવાની આશા છે. આ સાથે જ હવામાન સારું રહેતા ટામેટાંના ભાવમાં ઘટાડો થશે. જોકે, ટમેટાની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે.
- Indian bank Employees: ફરી બેંક કર્મચારીઓની વેતન વધારાની માંગ, આપ્યુ અલ્ટીમેટમ
- Delhi Airport : નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મળશે નવી પાંખ, નાગરિક ઉડ્ડયન પ્રધાને શું કહ્યું જુઓ...