ગુજરાત

gujarat

ETV Bharat / business

મહારાષ્ટ્રમાં જોન્સન્સ એન્ડ જોન્સન્સ બેબી પાઉડરનું લાયસન્સ રદ - Manufacturing

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડના જ્હોન્સન બેબી પાઉડરનું ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું છે. અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલમાં કંપનીએ ગુણવત્તાનું ધ્યાન રાખ્યું ન હોવાનું જણાયું હતું. Baby Powder of Johnsons Johnsons Pvt Ltd, food and johnsons pvt ltd.

Etv Bharatમહારાષ્ટ્રમાં જોન્સન્સ એન્ડ જોન્સન્સ બેબી પાઉડરનું લાયસન્સ રદ
Etv Bharatમહારાષ્ટ્રમાં જોન્સન્સ એન્ડ જોન્સન્સ બેબી પાઉડરનું લાયસન્સ રદ

By

Published : Sep 17, 2022, 12:02 PM IST

મુંબઈ : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશ (Food and drugs administration) ને જ્હોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડ (Baby Powder of Johnsons Johnsons Pvt Ltd) ના જ્હોન્સન બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું છે. સેમ્પલ પુણે અને નાસિકમાંથી લેવામાં આવ્યા હતા. કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ મુલુંડમાં છે.

કંપની વિરુદ્ધ કેસ : જોન્સન એન્ડ જોન્સનના બેબી પાઉડર પર પહેલાથી જ યુએસ અને કેનેડામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકામાં જ્હોન્સનના બેબી પાઉડરને લઈને કંપની વિરુદ્ધ 40 હજારથી વધુ કેસ નોંધાયેલા છે.

ત્વચાને અસર : તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર એફડીએએ નાસિક અને પુણે નામના બે સ્થળોથી સેમ્પલ એકત્ર કર્યા હતા. જે બાદ તેની મુંબઈમાં તપાસ કરવામાં આવી હતી. મુંબઈમાં હાથ ધરવામાં આવેલા નમૂનાના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે, જ્હોન્સનનો બેબી પાવડર બાળકોની ત્વચાને સુરક્ષિત રાખવાના માપદંડોને અનુસરતું નથી. કંપનીનું ઉત્પાદન જોન્સન બેબી પાવડર નવજાત શિશુની ત્વચાને અસર કરી શકે છે, એમ રાજ્ય સરકારની એજન્સીએ શુક્રવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું.

કાર્યવાહી : નિયમનકારે જણાવ્યું હતું કે પ્રયોગશાળા પરીક્ષણો દરમિયાન શિશુઓ માટેના પાવડરના નમૂના પ્રમાણભૂત pH મૂલ્યને અનુરૂપ નથી. પ્રકાશનમાં જણાવાયું છે કે સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ લેબોરેટરી, કોલકાતાના નિર્ણાયક અહેવાલને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તારણ આવ્યું હતું કે, પાઉડરનો નમૂનો pH પરીક્ષણના સંદર્ભમાં IS 5339:2004ને અનુરૂપ નથી.

નોટીશ જારી : ત્યારબાદ, FDA એ જ્હોન્સન એન્ડ જ્હોન્સનને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને નિયમો હેઠળ કારણદર્શક નોટિસ જારી કરી હતી, ઉપરાંત કંપનીને આ પ્રોડક્ટનો સ્ટોક બજારમાંથી પાછો ખેંચી લેવાનો નિર્દેશ આપ્યો હતો. કંપનીએ સરકારી વિશ્લેષકનો રિપોર્ટ સ્વીકાર્યો નથી અને તેને સેન્ટ્રલ ફાર્માસ્યુટિકલ લેબોરેટરીમાં મોકલવા કોર્ટમાં પડકાર્યો છે.

ABOUT THE AUTHOR

...view details