ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારમાં મોટો કડાકો, કયા કારણો રહ્યા જવાબદાર, જૂઓ - RBI Repo Rate

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) મોટા ધડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sesnex) 1,306.96 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 391.50 પોઈન્ટ તૂટીને બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં મોટો કડાકો, કયા કારણો રહ્યા જવાબદાર, જૂઓ
Share Market India: શેરબજારમાં મોટો કડાકો, કયા કારણો રહ્યા જવાબદાર, જૂઓ

By

Published : May 4, 2022, 3:41 PM IST

Updated : May 4, 2022, 3:47 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) મોટા ધડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચેન્જનો સેન્સેક્સ (Sesnex) 1,306.96 પોઈન્ટ (2.29 ટકા)ના ઘટાડા સાથે 55,669.03ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 391.50 પોઈન્ટ (2.29 ટકા) તૂટીને 16,677.60ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ આજે રોકાણકારોના પૈસા ધોવાઈ ગયા છે.

શેરબજારની સ્થિતિ

આ પણ વાંચો-રોકાણકારો આનંદો, LICનો IPO પહેલા જ દિવસે બપોર સુધીમાં 39 ટકા થયો સબ્સ્ક્રાઈબ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ-ઓએનજીસી (ONGC) 3.90 ટકા, બ્રિટેનિયા (Britannia) 3.18 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 2.61 ટકા, એનટીપીસી (NTPC) 0.92 ટકા.

આ પણ વાંચો-RBIની રેપો રેટને લઈને મહત્વની જાહેરાત, ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી

સૌથી વધુ ગગડેલા શેર્સ -એપોલો હોસ્પિટલ્સ (Apollo Hosptital) -6.90 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -5.17 ટકા, હિન્દલ્કો (Hindalco) - 4.99 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -4.53 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -4.33 ટકા.

શેરબજાર તૂટવાના કારણો- ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજ કોઈ પણ પૂર્વ જાહેરાત વગર રેપોરેટમાં (RBI Repo Rate) 0.40 ટકાના તાત્કાલીક અસરથી વધારાની જાહેરાત કરી છે. તેના કારણે હવે રેપોરેટ 4 ટકાથી વધીને 4.40 ટકા થઈ ગયો છે. બીજી તરફ ચીનના બેઈજિંગમાં લૉકડાઉનના કારણે પણ ભારતીય શેરબજાર પર માઠી અસર થઈ છે. આ સિવાય USમાં આજે રાત્રે ફેડની બેઠક યોજાવાની છે. તેની પણ ભારતીય શેરબજાર પર અસર થઈ છે.

Last Updated : May 4, 2022, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details