મુંબઈ :સ્ટોક અપડેટ લાઈવ અનુસાર શુક્રવારે સવારેથી જ માર્કેટની શરૂઆત એ તેજી સાથે થઈ હતી. મજબુત શરૂઆતને કારણે રોકાણકારોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુરૂવારે એક જોરદાર માર્કેટનો માહોલ જોવા મળ્યા બાદ આ જ સ્થિતિ શુક્રવારે પણ યથાવત રહી હતી. જેને ગ્લોબલ માર્કેટની તેજીની અસર તરીકે જોવામાં આવે છે. ઈન્ડેક્સ ઈન્ફોસિસના શેરમાં 2.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેને તેજીનો ઈશારો સમજી શકાય છે. ટોપ ગેઈનર તરીકે રોકાણકારો એને જોઈ રહ્યા છે. જ્યારે પાવરગ્રીડમાં એક ટકાનો ઘટાડો થયો છે. શેરમાર્કેટમાં સેંકો ગોલ્ડનું લીસ્ટીંગ થઈ ચૂક્યું છે. જેને રોકાણકારો શુભ સંકેત માની રહ્યા છે. સેંકો ગોલ્ડ BSE પર 36 ટકાના પ્રીમિયમ સાથે 431 પર લીસ્ટઆઉટ થયો છે. જ્યારે NSE સ્ટોક પર એની લીસ્ટિંગ 430 પોઈન્ટ પર થયું છે. સ્ટોકમાં એક પ્રકારનો વધારો થતો જોવા મળ્યો છે.
વિપ્રોનું પરિણામ : પાવરગ્રીડ, કોલ ઈન્ડિયા, યુપીએલ, મારૂતી અને બીપીસીએલના શેરમાં એક પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે. વિપ્રોના પરિણામ એક અનુમાન પ્રમાણે સાચા પુરવાર થઈ રહ્યા છે. કંપનીએ આઈટી સર્વિસમાંથી સીસી રેવન્યૂ ગ્રોથ માઈનસ 2 ટકાથી પ્લસ 1 ટકા સુધી લઈ જવા ખાસ ગાઈડન્સ આપ્યું છે. વિપ્રોના શેર NSE પર 1.40 રૂપિયા એટલે કે,0.33 ટકાના કુલ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. FNO BAN શેરની વાત કરવામાં આવે તો તારીખ 14ના રોજ આ શેરના લીસ્ટમાં ડેલ્ટા કોર્પને આવરી લેવામાં આવી છે. જ્યારે આ યાદીમાં હિન્દુસ્તાન કોપર, ઈન્ડિયા બુલ હાઉસિંગ ફાયનાન્સ, ઈન્ડિયા સિમેન્ટ, મણ્ણાપુરમ ફાયનાન્સ, પંજાબ નેશનલ બેંક અને ઝી એન્ટરટેઈનમેન્ટનો સમાવેશ થાય છે.