અમદાવાદઃ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના શેર્સ (LIC Share Listing) આજે ઓપન માર્કેટમાં લિસ્ટ (LIC Share Listing in Open Market) થઈ ગયો છે. જોકે, શેરબજારમાં LICની શરૂઆત નુકસાન સાથે થઈ છે. BSE પર LICના શેર 8.62 ટકાના ડિસ્કાઉન્ટ સાથે સેટલ થયો છે. જોકે, પહેલાથી જ લાગી રહ્યું હતું કે, LICનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ (LIC Listing Discount) પર થશે, પરંતુ કોઈને પણ આટલા મોટા નુકસાનનું અનુમાન નહતું. LICનો 949 રૂપિયાનો ઈશ્યુ 890 રૂપિયા પર ખૂલ્યો છે. એટલેLICનો IPO ઈશ્યુ પ્રાઈઝથી 50 રૂપિયા નીચે ખૂલ્યો છે.
આ પણ વાંચો-Share Market India: શેરબજારની 'મંગળ' શરૂઆત પણ આ શેર્સમાં રોકાણ કરવાનું ભૂલતા નહીં
LICના શેર્સની શરૂઆત - LICના શેર્સે BSE પર આજે પહેલા દિવસની શરૂઆત 81.80 રૂપિયા (8.62 ટકા)ના ઘટાડા સાથે 867.20 રૂપિયા પર સેટલ સાથે કરી હતી. આ પહેલા LICના શેર્સે BSE પર પ્રિઓપન સેશનમાં 12 ટકાના ઘટાડા સાથે ટ્રેડની શરૂઆત (LIC Listing Discount ) કરી હતી. તો પ્રિઓપનમાં LICના શેર્સે પહેલા દિવસની શરૂઆત 12.60 ટકા (119.60 રૂપિયા)ના નુકસાન સાથે 829 રૂપિયા પર કરી હતી. તો એક સમયે પ્રિઓપનમાં આ શેર્સ 13 ટકાના સુધી ગગડ્યો હતો.
આ પણ વાંચો-Cement Shares Hike: સિમેન્ટ કંપનીના શેર્સ ખરીદ્યા હોય તો આજે થશે જોરદાર ફાયદો, જૂઓ
માર્કેટ કેપમાં ઘટાડો -BSE અને NSE પર ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ પછી LICની માર્કેટ કેપ (LIC Market Cap) 6 લાખ કરોડ રૂપિયાથી વધુ રહે તેવું અનુમાન હતું. જોકે, પ્રિઓપનમાં 12 ટકાથી વધુના ઘટાડા પછી માર્કેટ કેપ 5 લાખ કરોડ રૂપિયાથી થોડું જ વધારે રહી શક્યું હતું.