અમદાવાદઃ LICનો IPO પહેલા જ દિવસે બપોર સુધીમાં 39 ટકા સબ્સ્ક્રાઈબ થઈ ગયો છે. જોકે, સબ્સ્ક્રિપ્શન (LIC IPO) ખૂલ્યાના એક કલાકની અંદર 12 ટકાની ખરીદી થઈ ગઈ છે. એટલે કે 22.13 ટકા ઈક્વિટી શેર્સના ઓફર ફોર સેલમાં લગભગ 1 કરોડથી વધારે શેર સબ્સ્ક્રિપ્શન ખૂલ્યાના એક કલાકની અંદર વેચાઈ ગયા છે. આ સાથે જ LICના IPOને (LIC IPO) આજે પહેલા જ દિવસે જોરદાર પ્રતિક્રિયા મળી છે. આ IPO ખૂલતા જ અલગ અલગ કેટેગરીના રોકાણકારોએ આમાં રસ દેખાડ્યો છે. ત્યારે બપોર સુધી LICનો IPO (LIC IPO) 37 ટકા સુધી સબ્સ્ક્રાઈબ થઈ ગયો છે. જ્યારે કર્મચારીઓનો ભાગ 67 ટકા સબ્સ્ક્રાઈબ થયો છે. તો પૉલિસીહોલ્ડર્સના કોટા ઓવરસબ્સ્ક્રાઈબ્ડ થઈ ગયો છે. તેનો અર્થ એ છે કે, આ કોટા માટે 1.28 ગણી બોલી લાગી ચૂકી છે. તો છૂટક રોકાણકારોનો કોટા પણ 40 ટકા સુધી ભરાઈ ચૂક્યો છે.
સરકારનું લક્ષ્ય 21,000 કરોડ રૂપિયા એકઠા કરવાનું - આપને જણાવી દઈએ કે, સવારે 11.03 વાગ્યા સુધી છૂટક વ્યક્તિગત રોકાણકારોના ભાગના 0.18 ગણા અને બિનસંસ્થાકીય રોકાણકારોની શ્રેણીના 0.04 ગણું સબ્સ્ક્રિપ્શન થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, દેશની સૌથી મોટી વીમા કંપની LICનો IPO આજે (બુધવારે) છૂટક અને સંસ્થાકીય રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન માટે ખૂલી (LIC IPO Open) ગયો છે. વીમા કંપનીમાં તેનો 3.5 ટકા હિસ્સો ઘટાડીને સરકારનું લક્ષ્ય આશરે 21,000 કરોડ રૂપિયા કમાવવાનું છે. LICનો IPO 9 મેએ બંધ થશે. LICનો IPO (LIC IPO) માટે ઈક્વિટી શેરદીઠ 902-949 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.
રોકાણકારો અને કર્મચારીઓને મળશે ડિસ્કાઉન્ટ -દરખાસ્તમાં પાત્ર કર્મચારીઓ અને પૉલિસીધારકો માટે (Discount for IPO to employees and policyholders) આરક્ષણ આપવામાં આવ્યું છે. છૂટક રોકાણકારો અને પાત્ર કર્મચારીઓને ઈક્વિટી શેરદીઠ 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે પૉલિસીધારકોને ઈક્વિટી શેરદીઠ 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ (Discount for IPO to employees and policyholders) મળશે. શેરનું વેચાણ 22.13 કરોડ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) દ્વારા કરવામાં આવે છે. આ શેર 17 મેએ લિસ્ટ થવાની શક્યતા છે. LIC એ મુખ્યત્વે સ્થાનિક સંસ્થાઓની આગેવાની હેઠળના એન્કર રોકાણકારો પાસેથી 5,627 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ (AI) શેર (5,92,96,853 ઇક્વિટી શેર) રૂ. 949 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે સબસ્ક્રાઇબ થયો હતો.