ગુજરાત

gujarat

ETV Bharat / business

PAN-Aadhaar Link Date :પાન આધાર લિક કરવાની છેલ્લી તારીખ વધારાઈ, ફ્રિ સેવા થશે ખતમ - PAN Aadhaar Link Date

PAN-Aadhaar Link: આવકવેરા વિભાગે PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધુ એક વર્ષ લંબાવી છે. પરંતુ હવે તમારે આ સેવા માટે પૈસા ખર્ચવા પડશે, તેની 'ફ્રી સર્વિસ' પૂરી થઈ ગઈ છે.

PAN-Aadhaar Link Date
PAN-Aadhaar Link Date

By

Published : Mar 31, 2022, 2:14 PM IST

Updated : Mar 31, 2022, 2:30 PM IST

ન્યૂઝ ડેસ્ક : જો તમે હજી સુધી તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક કર્યું નથી. તમારી પાસે ખુશ થવાની અને થોડું દુઃખી થવાનું પણ કારણ છે. સરકારે લીંક કરવાની છેલ્લી તારીખ એક વર્ષ માટે લંબાવી છે, પરંતુ હવે આ સેવા મફતમાં નહીં મળી શકે.

પાન-આધાર લિંક માટે વધુ એક વર્ષ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT), આવકવેરા વિભાગની સર્વોચ્ચ નીતિ નિર્માતા સંસ્થાએ આખા વર્ષ માટે PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવીને 31 માર્ચ 2023 કરી છે. સીબીડીટીએ બુધવારે મોડી સાંજે આ અંગેની સૂચના બહાર પાડી હતી. નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે, કરદાતાઓને પડતી અસુવિધા ઓછી કરવા માટે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવ્યો છે. આ ચોથી વખત છે, જ્યારે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.

આ પણ વાંચો :રિટર્ન્સ ફાઈલ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ, જાણો...

કામ કરતું રહશે PAN

જે લોકોના પાન-કાર્ડને અત્યાર સુધી આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી, તેઓ CBDTની આ નવી વ્યવસ્થા પછી 31 માર્ચ, 2023 સુધી કોઈપણ અવરોધ વિના કામ કરવાનું ચાલુ રહશે. આ રીતે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી લઈને રિફંડ મેળવવા સુધી પહેલાની જેમ જ તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો :જલદી આધારને PAN સાથે કરી દો લિંક, નહીં તો 30 સપ્ટેમ્બર બાદ નહીં કરી શકો ટ્રાન્ઝેક્શન

મફત સેવા સમાપ્ત થઈ

અત્યાર સુધી કરદાતાઓએ આ કામ માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નહોતી, પરંતુ હવે આ 'ફ્રી સર્વિસ' બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો કોઈ કરદાતા 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2022 વચ્ચે તેનું PAN-આધાર લિંક કરાવે છે, તો તેણે 500 રૂપિયા અને તે પછી 1,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

Last Updated : Mar 31, 2022, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details