નવી દિલ્હી: ભારતીય રેલવે શિવભક્તો માટે જબરદસ્ત ટૂરિસ્ટ પેકેજ લાવ્યું છે. જેના દ્વારા તમે 7 જ્યોતિર્લિંગના દર્શનની સાથે અન્ય ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. આ સમગ્ર યાત્રા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી, તમારી પાસે માત્ર 18466 રૂપિયામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો સુવર્ણ મોકો છે.
ક્યારે શરુ થાય છે આ યાત્રા: IRCTCએ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા આ ખાસ ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. જે 10 દિવસ અને 9 રાતનો હશે. ટૂર પેકેજ હેઠળની યાત્રા 22 જૂન, 2023ના રોજ ગોરખપુરથી શરૂ થશે, જેનું બુકિંગ સત્તાવાર વેબસાઇટ irctctourism.com પરથી કરી શકાય છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે આ પેકેજનું બુકિંગ 'પહેલા આવો પહેલા સેવા'ના ધોરણે થશે. જ્યોતિર્લિંગ યાત્રા પેકેજ હેઠળ આ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે.
ધાર્મિક સ્થળોના નામ
1. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ
2. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ
3. સોમનાથ જ્યોતિર્લિંગ
4. દ્વારકાધીશ મંદિર