ગુજરાત

gujarat

ETV Bharat / business

Food Oil:ખાદ્યતેલની આયાતમાં થયો વધારો, 13.11 લાખ ટન ને માંગમાં ઉછાળો - Indonesia and Malaysia import

ખાદ્યતેલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જેની સીધી અસર આયાત-નિકાસ પર પડી છે. આ વૃદ્ધિને કારણે ખાદ્યતેલની આયાતમાં 39.31 ટકાનો વધારો થયો છે. જેના કારણે કુલ આયાત 9.41 લાખ સુધી પહોંચી છે. ઔદ્યોગિક સંહઠન સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ ઓસ. ઓફ ઈન્ડિયા અનુસાર અનુસાર જુન 2022 દરમિયાન ખાદ્યતેલની આયાત 9.41 લાખ ટન થઈ હતી.

Food Oil:ખાદ્યતેલની આયાતમાં થયો વધારો, 13.11 લાખ ટન ને માંગમાં ઉછાળો
Food Oil:ખાદ્યતેલની આયાતમાં થયો વધારો, 13.11 લાખ ટન ને માંગમાં ઉછાળો

By

Published : Jul 15, 2023, 7:32 AM IST

મુંબઈઃવેજીટેબલ તેલની આયાતમાં 49 ટકાનો વધારો થયો છે. જેના કારણે કુલ આયાત 13.11 લાખ થઈ છે. આ આયાતમાં 2900 ટન બિનખાદ્ય તેલનો સમાવેશ થાય છે. જેની આયાત સોપ- ઓલિયો કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાંથી કરવામાં આવે છે. ખાદ્યતેલની સ્થાનિક કિંમતમાં ઘટાડાને કારણે માંગમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો હતો. જે સ્થાનિક સ્તરે બહેતર ઉપલબ્ધતા છતા આયાતમાં વૃદ્ધિથી સાબિત થાય છે. ક્રુડ પામતેલની આયાત પણ જુનમાં વધીને 4.66 લાખ ટન નોંધાઈ છે.

માસિક રીપોર્ટઃ ગત મહિના દરમિયાન 3.48 લાખ ટન રહી હતી. પામોલિયનની આયાત પણ ગતમિનાના 85000 ટનથી વધીને 2.17 લાખ ટનના સ્તેર રહી છે. જે જુન મહિના દરમિયાન પામ પ્રોડક્ટમાં શાનદાર રિકવર દર્શાવે છે. જોકે, સુરજમુખીના તેલની આયાત ઘટીને 1.90 લાખ ટન રહી હતી.. જે ગત મહિના દરમિયાન 2.95 લાખ ટન જોવા મળી હતી.

મોટી સપાટીઃ SEAના ડેટા અનુસાર ઈન્ડોનેશિયા પાસેથી પામ તેલની આયાત વધીને 4.76 લાખ ટન નોંધાઈ છે. જ્યારે મલેશિયાથી માત્ર 1.54 લાખ ટન પામતેલની આયાત કરવામાં આવી છે. બ્રાઝિલથી સોયાબીન તેલની આયાત વધી રહી છે. જુન 2023 દરમિયાન 1.65 લાખ ટન તેલની આયાત કરવામાં આવી હતી. જ્યારે નવેમ્બર-જૂન દરમિયાન લેટિન અમેરિકાથી સોયાબીન તેલીન આયાતનો રેકોર્ડ 9.73 લાખ ટનની સપાટી સ્પર્શી હતી.

સીંગતેલના ભાવઃ સીંગતેલનાં ભાવમાં રૂપિયા10 નો ભાવ વધારો થયો છે. જેની સાથે સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 3000 ને પાર પહોંચી ગયો છે. આ ભાવ ઐતિહાસીક સપાટીનો છે. રૂપિયા 10 ના વધારા સાથે સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 3000-3010, 2910-2960 એ પહોંચ્યો છે. સીંગતેલનાં ભાવમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર ચાલું થયો છે. મગફળીની અછત અને ટુંકા ગાળાનાં માલ આવે તેમ ન હોવાથી તહેવારોનાં આવતા બે મહિનાઓ માલખેંચ વધુ વકરશે. તેવી આશંકાથી ભાવો સતત વધી રહ્યા છે. જયારે અન્ય તેલનાં ભાવ આજે સ્થિર છે.

  1. Stock Market Update: સતત બીજા દિવસે પણ માર્કેટમાં તેજીની લહેર, આ શેરમાં રોકાણથી ફાયદો
  2. Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવથી આર્થિક મોરચે આગ લાગી, વધારો 20 પૈસાથી નજીક

ABOUT THE AUTHOR

...view details