મુંબઈ :નાતાલની રજાના કારણે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર બંધ રહ્યું હતું. જ્યારે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર આજે લીલા નિશાન પર ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 19 પોઈન્ટના ઘટાડા સાથે 71,090 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.07 ટકાના વધારા સાથે 21,364 પર ખુલ્યો હતો.
ગ્લોબલ માર્કેટની અસર :શરુઆતના કારોબારમાં પ્રી-ઓપનિંગ દરમિયાન BSE Sensex અને NSE Nifty નું સપાટ વલણ રહ્યું હતું. ઉલ્લેખનિય છે કે પેટીએમ, ઝાયડસ, ઓરોબિંદો ફાર્મા ફોકસમાં રહ્યા છે. આજના કારોબાર દરમિયાન ઈન્ફોસિસ 2 ટકા ડાઉન હતો. ઉપરાંત ગત શુક્રવારના રોજ અમેરિકન સ્ટોકમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. રોકાણકારોએ નાતાલની રજાના સપ્તાહના અંતમાં અપેક્ષા કરતા ઓછા ફુગાવાના ડેટાની અપેક્ષા રાખી હતી. જેણે નવા વર્ષમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની શક્યતા મજબૂત બનાવી છે.
વૈશ્વિક કોમોડિટી બજાર : આજે ક્રૂડ ઓઈલ મામૂલી નબળાઈ સાથે 79 ડોલરની નજીક પહોંચ્યું છે. જ્યારે સોનું રૂ. 63,000 અને ચાંદી રૂ. 75,500 પર ફ્લેટ ટ્રેડ થઈ રહ્યું છે. ગત શુક્રવારના રોજ ક્રૂડ ઓઇલ અડધો ટકા ઘટીને 79 ડોલરની નજીક પહોંચી ગયું હતું. જ્યારે સોના અને ચાંદીમાં સપાટ વેપાર સાથે ધાતુઓમાં થોડો વધારો નોંધાયો હતો.
IPO અપડેટ : આજે ઇનોવા કેપટેબનો IPO ભરવાનો છેલ્લો દિવસ છે. જે અત્યાર સુધી 3.5x ભરવામાં આવ્યો છે. જેમાં પ્રાઇસ બેન્ડ રુપિયા 426 થી 448 સુધી પ્રતિ શેર છે અને 33 શેરની લોટ સાઈઝ રાખવામાં આવી છે. ઉપરાંત આજે મુથૂટ માઇક્રોફિન, સૂરજ એસ્ટેટ ડેવલપર્સ અને મોટિસન જ્વેલર્સનું લીસ્ટીંગ થશે. સૂરજ એસ્ટેટ IPO ને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, જે છેલ્લા દિવસે 16 ગણો બંધ થયો હતો. કંપનીએ રૂ. 400 કરોડના ફંડ માટે IPO લોન્ચ કર્યો હતો. Motisons IPO છેલ્લા દિવસે 173 ગણો નોંધાયો હતો.
ગત સપ્તાહનો કારોબાર :ગત કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 68 પોઈન્ટના વધારા સાથે 70,923 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.19 ટકાના વધારા સાથે 21,295 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન NSE Nifty માં યુપીએલ, ટાટા સ્ટીલ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એનટીપીસી અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ ટોપ ગેઈનર રહ્યા હતા. જ્યારે ઈન્ફોસીસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લુઝર હતા.
- કોઓપરેટિવ બેંકોની સફાઇની તાતી જરુરિયાત, મની લોન્ડરિંગ અને કાળાં નાણાંને લગતો મોટો મુદ્દો
- શેરબજાર ગ્રીન ઝોનમાં થયું બંધ, સેન્સેક્સ 180 પોઈન્ટ ઉછળ્યો, વિપ્રો ટોપ ગેઈનર