નવી દિલ્હી યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ ટ્રેઝરી વોલી એડેયેમો (US Deputy Secretary of the Treasury) એ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે રશિયન તેલના ભાવને મર્યાદિત (India great interest Russian oil price cap) કરવાના પ્રસ્તાવના સંદર્ભમાં ખૂબ રસ દાખવ્યો છે. પ્રાઈસ કેપ (russian oil price cap plan) એ સુનિશ્ચિત કરશે કે રશિયાની આવકમાં ઘટાડો થાય છે, એમ તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું. યુક્રેન પર થયેલા આક્રમણને પગલે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે.
આ પણ વાંચોStock Market India Update છેલ્લા દિવસે શેરબજારમાં તેજી
રશિયાની કમાણીને મર્યાદિત કરવાના પગલાં અંગે ચર્ચાભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના નાયબ નાણાપ્રધાન વોલી એડેયેમોએ યુક્રેન પરના આક્રમણ બાદ રશિયાની કમાણીને મર્યાદિત કરવાના પગલાં અંગે ચર્ચા કરી હતી.યુએસએ શુક્રવારે ભારતને રશિયન તેલની કિંમતની મર્યાદા નક્કી કરવા માટે જોડાણમાં જોડાવા જણાવ્યું હતું. આ જોડાણનો ઉદ્દેશ્ય મોસ્કો માટે આવકના સ્ત્રોતોને મર્યાદિત કરવાનો અને વૈશ્વિક ઉર્જાના ભાવને નરમ કરવાનો છે.
રશિયા પાસેથી તેલની ખરીદીમાં વધારોએડેયેમોએ જણાવ્યું હતું, પ્રાઈસ કેપ ગઠબંધન વિશે ભારતીય અધિકારીઓ અને નીતિ નિર્માતાઓ સાથેની મારી વાતચીતમાં, તેઓએ ખૂબ જ રસ દાખવ્યો છે કારણ કે આ ગ્રાહકો માટે ઉર્જા કિંમત ઘટાડવાના ભારતના ઉદ્દેશ્યને અનુરૂપ છે. અમે તેમને માહિતી આપી રહ્યા છીએ અને અમે વાતચીત ચાલુ રાખીશું. ભારત અને અન્ય કેટલાક દેશોએ રશિયા પાસેથી તેલની ખરીદીમાં વધારો કર્યો છે અને આ પૃષ્ઠભૂમિ સામે, યુએસ રશિયન તેલના ભાવને નિયંત્રિત કરવાના માર્ગો શોધી રહ્યું છે.
આ પણ વાંચોStock Market India Update છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત
આર્થિક સંબંધોને મજબૂત કરવાના ઉપાયો પર પણ ચર્ચાઅદેયેમોએ કહ્યું કે, રશિયાના ઉર્જા અને ખાદ્ય વેપારને પ્રતિબંધોથી બહાર રાખવામાં આવ્યો છે અને ભારત જેવા દેશો સ્થાનિક ચલણ સહિત કોઈપણ ચલણનો ઉપયોગ કરીને વેપાર કરી શકે છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરવાના ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
એડોયેમો અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથેની મુલાકાત શુક્રવારે,એડેયેમો નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળ્યા અને અન્ય વિષયો ઉપરાંત, તેઓએ ઈન્ડો પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક અને ભારતના G20 પ્રેસિડેન્સી વિશે ચર્ચા કરી.