નવી દિલ્હી:નાણાકીય વર્ષ 2022-23 ભારતની ઈલેક્ટ્રોનિક નિકાસની દ્રષ્ટિએ સારું રહ્યું. આ વર્ષે દેશમાંથી 1,85,000 કરોડ રૂપિયાના ઈલેક્ટ્રોનિક સામાનની રેકોર્ડ નિકાસ કરવામાં આવી છે. જે નાણાકીય વર્ષ 21-22માં રૂપિયા 1,16,936 કરોડની સરખામણીએ 58 ટકાનો મોટો વધારો છે. ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) એ બુધવારે આ જાણકારી આપી હતી.
મોબાઈલ ફોનની સૌથી વધુ નિકાસ: FY2023માં, મોબાઈલ ફોનની નિકાસ પ્રથમ વખત $10 બિલિયનના આંકને પાર કરીને, અંદાજિત $11.12 બિલિયન (રૂ. 90,000 કરોડથી વધુ) સુધી પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. મોબાઈલ ફોનની નિકાસ હવે કુલ ઈલેક્ટ્રોનિક સામાનની નિકાસમાં 46 ટકા હિસ્સો ધરાવે છે. જે ભારતના ઈલેક્ટ્રોનિક્સ નિકાસ બજારમાં આ ક્ષેત્રની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરે છે. આ વૃદ્ધિ મુખ્યત્વે Apple ઇકોસિસ્ટમ દ્વારા સંચાલિત છે, જેણે FY23માં એકલા ભારતમાંથી નિકાસમાં 5 બિલિયન ડોલરનો રેકોર્ડ વટાવી દીધો છે.
આ દેશો ભારતના સૌથી મોટા આયાતકારો છે: મોબાઇલ ફોનના ટોચના નિકાસ સ્થળોમાં UAE, US, નેધરલેન્ડ, UK અને ઇટાલીનો સમાવેશ થાય છે. ICEAના ચેરમેન પંકજ મોહિન્દ્રુએ કહ્યું કે, મોબાઈલ ફોનની નિકાસની પ્રક્રિયા ચાલી રહી છે. તે ખૂબ જ સંતોષકારક છે કે અમે વર્ષ માટે રૂપિયા. 75,000 કરોડનો લક્ષ્યાંક પાર કર્યો છે. ભાગીદારીમાં ઉદ્યોગ અને સરકાર આને અન્ય વર્ટિકલ્સમાં નકલ કરવા સખત મહેનત કરી રહ્યા છે.