ગુજરાત

gujarat

ETV Bharat / business

EDએ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સામે નોટિસ કરી જારી

આવકવેરા વિભાગે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ નોટિસ જારી કરી છે. આવકવેરા વિભાગે બ્લેક મની એક્ટ હેઠળ રૂપિયા 420 કરોડની કથિત કરચોરી સામે કાર્યવાહી કરવા નોટિસ જારી કરી છે. Switzerland Bank Account, income tax department, income tax notice Anil Ambani.

EDએ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સામે નોટિસ જારી
EDએ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સામે નોટિસ જારી

By

Published : Aug 24, 2022, 5:03 PM IST

નવી દિલ્હી આવકવેરા વિભાગે (income tax department) બ્લેક મની (black money) એક્ટ હેઠળ રૂપિયા 420 કરોડની કથિત કરચોરી બદલ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીની સામે કાર્યવાહી કરવા નોટિસ (income tax notice Anil Ambani) જારી કરી છે. આ ટેક્સ સ્વિત્ઝર્લેન્ડના બે બેંક ખાતાઓમાં 814 કરોડ રૂપિયાથી વધુના બિનહિસાબી નાણાં સાથે સંબંધિત છે. વિભાગે 63 વર્ષીય અંબાણી પર જાણી જોઈને ટેક્સ ન ભરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોસરકાર દ્વારા કરવામાં આવશે 17 કોલસાની ખાણોની હરાજી

ઈન્કમટેક્ષ નોટિસ અનિલ અંબાનીતેમણે કહ્યું કે, ઉદ્યોગપતિએ જાણી જોઈને વિદેશમાં બેંક ખાતા અને નાણાકીય હિતોની વિગતો સત્તાવાળાઓને આપી ન હતી. અંબાણીને આ મહિનાની શરૂઆતમાં આ સંદર્ભમાં કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. આ અંગે અંબાણીની ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. વિભાગે જણાવ્યું હતું કે, બ્લેક મની (Undisclosed Foreign Income and Imposition of Assets) ટેક્સ એક્ટ, 2015ની કલમ 50 અને 51 હેઠળ તેમની સામે કેસ કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યોતેમાં દંડ સાથે વધુમાં વધુ 10 વર્ષની જેલની જોગવાઈ છે. વિભાગે આરોપો પર 31 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. ઉદ્યોગપતિ પર નાણાકીય વર્ષ 2012, 13 થી 2019, 20 દરમિયાન વિદેશમાં અઘોષિત સંપત્તિઓ રાખીને ચોરીનો આરોપ છે. નોટિસ અનુસાર, ટેક્સ સત્તાવાળાઓએ શોધી કાઢ્યું છે કે, અંબાણી નાણાકીય ફાળો આપનાર તેમજ બહામાસ સ્થિત એન્ટિટી ડાયમંડ ટ્રસ્ટ અને અન્ય કંપની, નોર્ધન એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડ (Northern Atlantic Trading Limited) ના લાભાર્થી માલિક છે.

આ પણ વાંચોEDના ગુજરાત સ્થિત બિઝનેસ ગ્રુપના 36 જગ્યાઓ પર દરોડા

સૌથી વધુ રકમNATU ની રચના બ્રિટિશ વર્જિન આઈલેન્ડ (BVI) માં થઈ હતી. બહામાસ ટ્રસ્ટના કિસ્સામાં, વિભાગને જાણવા મળ્યું કે, તે ડ્રીમવર્કસ હોલ્ડિંગ્સ ઇન્ક નામની કંપની હતી. કંપનીનું સ્વિસ બેંકમાં ખાતું છે. 31 ડિસેમ્બર, 2007 સુધીમાં ખાતામાં 32,095,600 ડોલર (32 કરોડ ડોલર) ની સૌથી વધુ રકમ હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રસ્ટને શરૂઆતમાં 25 કરોડ ડોલરનું ભંડોળ મળ્યું હતું.

અંબાણીના અંગત ખાતુંવિભાગે કહ્યું છે કે, આ ફંડનો સ્ત્રોત અંબાણીના અંગત ખાતું હતું. એવું જાણવા મળ્યું છે કે, અંબાણીએ 2006માં આ ટ્રસ્ટ ખોલવા માટે KYC (Know Your Customer) દસ્તાવેજ તરીકે પોતાનો પાસપોર્ટ આપ્યો હતો. આ ટ્રસ્ટના લાભાર્થીઓમાં તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે. બ્રિટિશ વર્જિન આઇલેન્ડ કંપનીની રચના જુલાઈ 2010માં થઈ હતી. તેનું ખાતું બેન્ક ઓફ સાયપ્રસ (ઝ્યુરિખ)માં છે.

આ પણ વાંચોસંસદીય સમિતિએ આ મોટી ટેક કંપનીઓને બોલાવી

વિભાગનો દોવો વિભાગે દાવો કર્યો હતો કે, અંબાણી આ કંપની અને તેના ભંડોળના લાભકારી માલિક છે. વિભાગના જણાવ્યા અનુસાર, કંપનીએ બહામાસમાં રજિસ્ટર્ડ PUSA નામની એન્ટિટી પાસેથી 2012માં 100 મિલિયન (10 કરોડ ડોલર) મેળવ્યાનો આરોપ છે. એવું કહેવાય છે કે, તેના લાભાર્થી માલિક અંબાણી છે. આવકવેરા વિભાગે કહ્યું, ઉપલબ્ધ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, તમે (અંબાણી) વિદેશી ટ્રસ્ટ ડાયમંડ ટ્રસ્ટમાં નાણાકીય યોગદાન આપનાર તેમજ લાભાર્થી માલિક છો. કંપની ડ્રીમવર્ક્સ હોલ્ડિંગ ઇન્ક ના બેંક એકાઉન્ટ, NATU અને PUSAની લાભકારી માલિક છે.

બ્લેક મની એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘનતેથી, ઉપરોક્ત સંસ્થાઓ પાસે ઉપલબ્ધ મિલકત તમારી છે. વિભાગનો આરોપ છે કે, અંબાણીએ આવકવેરા રિટર્નમાં આ વિદેશી સંપત્તિઓની માહિતી આપી નથી. તેમણે 2014માં પ્રથમ વખત સત્તામાં આવ્યા બાદ તરત જ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા બ્લેક મની એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. ટેક્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવી ભૂલો ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી. ટેક્સ સત્તાવાળાઓએ બંને ખાતાઓમાં અઘોષિત ભંડોળનું મૂલ્યાંકન રૂપિયા 8,14,27,95,784 (રૂ. 814 કરોડ) કર્યું છે. તેના પર ટેક્સની જવાબદારી 420 કરોડ રૂપિયા થાય છે.

ABOUT THE AUTHOR

...view details