નવી દિલ્હી આવકવેરા વિભાગે ગુજરાતમાં એક બિઝનેસ ગ્રુપ (Business Group in Gujarat ) પર દરોડા પાડીને રૂપિયા 300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (Central Board of Direct Taxes) એ મંગળવારે આ જાણકારી આપી હતી. વિભાગે 9 ઓગસ્ટના રોજ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન રાજકોટ, મોરબી, અમદાવાદ, રાયપુર, ગુવાહાટી, ગુરુગ્રામ અને કોલકાતામાં ફેલાયેલા ગ્રૂપના 36 સ્થળોની (Check out 36 locations of the group) તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચોShare Market India ફરી ઘટાડા સાથે શરૂ થયું શેરબજાર
છેતરપિંડીસીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે, જૂથ ઘણી રીતે મોટા પાયે કરચોરી કરી રહ્યું છે. સીબીડીટી વાસ્તવમાં આવકવેરા વિભાગની વહીવટી સત્તા છે. નિવેદન અનુસાર, જૂથ કોલકાતા સ્થિત શેલ કંપનીઓમાંથી સંબંધિત પક્ષો પાસેથી છેતરપિંડી કરીને અસુરક્ષિત લોન અને શેર મૂડી દ્વારા બિનહિસાબી નાણાં જમા કરવામાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીની શોધમાં રૂપિયા 300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા છે.