ગુજરાત

gujarat

ETV Bharat / business

છેલ્લા પાંચ વર્ષમાં બેંકોની હોમ લોનની બાકી રકમ લગભગ બમણી થઈ

છેલ્લા પાંચ વર્ષમાં બેંકોની હોમ લોન (home loan) ની બાકી રકમ લગભગ બમણી થઈને રૂપિયા 16.85 લાખ કરોડ થઈ ગઈ છે. RBIના ડેટા અનુસાર, 2016 થી 17ના અંતે બેંકોની હાઉસિંગ લોન બાકી રૂપીયા 8,60,086 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2021 થી 22માં વધીને રૂપિયયા 16,84,424 કરોડ થઈ (home loan outstanding of banks) ગઈ છે.

Etv Bharatછેલ્લા પાંચ વર્ષમાં બેંકોની હોમ લોનની બાકી રકમ લગભગ બમણી થઈ
Etv Bharatછેલ્લા પાંચ વર્ષમાં બેંકોની હોમ લોનની બાકી રકમ લગભગ બમણી થઈ

By

Published : Oct 10, 2022, 2:00 PM IST

નવી દિલ્હી:વ્યાજદરમાં ફેરફારની ઉધાર લીધેલી રકમથી તેમના સપનાના ઘર ખરીદનારાઓ પર કોઈ ખાસ અસર જોવા મળતી નથી કારણ કે, છેલ્લા પાંચ વર્ષમાં બેંકોની હોમ લોન (home loan) ની બાકી રકમ લગભગ બમણી (home loan outstanding of banks) થઈને રૂપિયા 16.85 લાખ કરોડ થઈ ગઈ છે. RBIના ડેટા દ્વારા આ વાત સામે આવી છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં વ્યાજ દરોમાં 1.40 ટકાનો વધારો કર્યો છે, જેના કારણે હાઉસિંગ લોન પર લાગુ વ્યાજ દરમાં પણ વધારો થયો છે. તેમ છતાં આ સમયગાળા દરમિયાન બેંકોની હોમ લોનની બાકી રકમમાં બે આંકડામાં વધારો થયો છે. આ ગણતરીના સમયગાળા બાદ સપ્ટેમ્બરમાં પણ RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે.

બેંકોની હોમ લોન:RBIના ડેટા અનુસાર 2016 થી 17ના અંતે બેંકોની હાઉસિંગ લોન બાકી રૂપિયા 8,60,086 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2021 થી 22માં વધીને રૂપિયા 16,84,424 કરોડ થઈ ગઈ છે. બેન્કિંગ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે, વ્યાજ દરો મહત્વ ધરાવે છે પરંતુ તે ઘર ખરીદનારના નિર્ણયને અસર કરતા નથી. તેનું કારણ એ છે કે, ઘર ખરીદવાનો નિર્ણય વ્યક્તિ દ્વારા તેની વર્તમાન આવક અને ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. આ ઉપરાંત લોકો એ પણ સમજી ગયા છે કે, વ્યાજ દરો સામાન્ય રીતે 15 વર્ષની લોનની મુદતમાં વધઘટ થશે.

વ્યાજદરમાં વધઘટ:બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર (મોર્ટગેજ અને અન્ય રિટેલ એસેટ્સ) એચટી સોલંકીએ જણાવ્યું હતું કે, હોમ લોન લાંબા સમય સુધી ચાલે છે અને ગ્રાહકો જાણે છે કે, આ સમયગાળા દરમિયાન વ્યાજદરમાં વધઘટ થશે. જો કે દેશમાં સરેરાશ આવકમાં 8 થી 12 ટકાના વધારા સાથે પણ વ્યાજદરમાં વધારાની અસર અમુક અંશે ઓછી થઈ જાય છે. RBIના ડેટા દર્શાવે છે કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં બેંકોની હોમ લોનની બાકી રકમ વાર્ષિક ધોરણે દર મહિને 13.7 થી 16.4 ટકા વધી છે. ઓગસ્ટ 2022ના અંતે તે વધીને 17.85 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.

હાઉસિંગ લોનની માંગ અસર: હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFCના મેનેજિંગ ડિરેક્ટર રેણુ સૂદ કર્નાડે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે, વ્યાજદરમાં વધારો હાઉસિંગ લોનની માંગ પર કોઈ ખાસ અસર કરશે. તેમણે કહ્યું કે, અન્ય ઉત્પાદનોથી વિપરીત, આવાસની ખરીદી યોજનાબદ્ધ રીતે અને પરિવાર વિશે ઉંડાણથી કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી કરવામાં આવે છે. 12 થી 15 વર્ષની લોનની મુદત દરમિયાન વ્યાજ દર 2 થી 3 વખત બદલાય છે. તેથી ઋણ લેનારાઓ જાણે છે કે, આટલી લાંબા ગાળાની લોન માટે પણ વ્યાજ દરો નીચે આવી શકે છે. જોકે એસેટ એડવાઈઝર JLL ઈન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સામંતક દાસ ચેતવણી આપે છે કે, વધતા વ્યાજ દરો અને હોમ લોન પરના માસિક હપ્તાને કારણે ખરીદીના સેન્ટિમેન્ટને અસર થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details