નવી દિલ્હી:77મા સ્વતંત્રતા દિવસ પર દેશનાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર, લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મંગળવારે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકાર ટૂંક સમયમાં એવા લોકો માટે એક એવી સ્કીમ લાવશે જેઓ શહેરોમાં 'પોતાના ઘર'નું સપનું જોતા હોય છે. જેના દ્વારા હોમ લોન લેનારાઓને રાહત આપવામાં આવશે.
જાણો આ વર્ષે કેટલા લોકોને લાભ મળશેઃ દેશના 77મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં શહેરોમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે એક યોજના લાવશે જેમની પાસે પોતાનું ઘર નથી. હાલમાં, આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) લાગુ કરી રહ્યું છે. જેની શરૂઆત 25 જૂન 2015ના રોજ થઈ હતી. આ વર્ષે 31 જુલાઈ સુધી, PMAY-U હેઠળ 1.18 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 76.02 લાખ મકાનો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે.