ગુજરાત

gujarat

ETV Bharat / business

Independence Day: દેશની 15000 મહિલાઓને ટૂંક સમયમાં આ સુવિધા મળશે, PMએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી

77માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આજે PM એ તેમનું 10મું ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે અનેક નવી યોજનાઓની જાહેરાત કરી હતી.

Etv BharatIndependence Day
Etv BharatIndependence Day

By

Published : Aug 15, 2023, 3:34 PM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે, સરકાર ટૂંક સમયમાં મહિલા સ્વ-સહાય જૂથોને કૃષિ-ડ્રોન પ્રદાન કરવાની યોજના શરૂ કરશે. પીએમે કહ્યું કે, તેમને ડ્રોન ઉડાવવા અને રિપેર કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ યોજના શરૂઆતમાં 15,000 મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને ડ્રોન પ્રદાન કરીને શરૂ કરવામાં આવશે. દેશમાં લગભગ 10 કરોડ મહિલાઓ SHG સાથે જોડાયેલી છે.

ડ્રોન ચલાવવા અને રિપેર કરવાની તાલીમ મળશેઃ77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, 'અમે તેમને ડ્રોન ચલાવવા અને રિપેર કરવાની તાલીમ આપીશું. ઘણા સ્વ-સહાય જૂથોને ડ્રોન આપવામાં આવશે. આ કૃષિ ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. આ પહેલ 15,000 મહિલા સ્વ-સહાય જૂથો ડ્રોન ઉડાડવાથી શરૂ થશે.

PM મોદીએ મહિલાઓ વિશે શું કહ્યુંઃ પીએમે કહ્યું કે, મહિલાઓના નેતૃત્વમાં વિકાસ જ દેશને આગળ લઈ જશે. મોદીએ કહ્યું કે, "આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે ભારતમાં નાગરિક ઉડ્ડયનમાં સૌથી વધુ મહિલા પાઇલોટ્સ છે." તેમણે કહ્યું કે, મહિલા વૈજ્ઞાનિકો ચંદ્રયાન મિશનનું નેતૃત્વ કરી રહી છે. વડા પ્રધાને કહ્યું કે, G-20 જૂથે મહિલાઓના નેતૃત્વમાં વિકાસના ભારતના વિઝનને સ્વીકાર્યું છે.

PM કિસાન સન્માન નિધિ યોજના વિશે શું કહ્યુંઃ મોદીએ એમ પણ કહ્યું કે, 'PM કિસાન સન્માન નિધિ યોજના' (PM-Kisan) હેઠળ ખેડૂતોના ખાતામાં 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી છે. સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા 3 હપ્તામાં આપે છે. તેમણે કહ્યું કે ખેડૂતોને સશક્ત બનાવવા માટે સરકારે ખાતર માટે 10 લાખ કરોડ રૂપિયાથી વધુની સબસિડી પણ આપી છે.

આ પણ વાંચોઃ

Independence Day 2023: PM મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી આપી, વિશ્વકર્મા યોજનાની કરી જાહેરાત

Independence Day: મોંઘવારી મુદ્દે PM મોદીની મોટી વાત, ટૂંક સમયમાંં શરુ થશે આ યોજના

ABOUT THE AUTHOR

...view details