સાન ફ્રાન્સિસ્કો:Googleએ તેના ભૂતપૂર્વ કર્મચારીઓને પેઇડ મેટરનિટી અને મેડિકલ લીવની ચૂકવણી કરવાની મનાઈ ફરમાવી છે. ઉલ્લેખનીય છે કે ગુગલના ભૂતપૂર્વ કર્મચારીઓ કે જેઓ મેડિકલ અથવા મેટરનિટી લીવ પર હતા. રજા દરમિયાન તેમને ગૂગલ દ્વારા છૂટા કરવામાં આવ્યા હતા.
વળતર આપવાની માંગ:ભૂતપૂર્વ કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે ગૂગલે તેની તેમની મંજૂર કરાયેલી રજા માટે ચૂકવણી કરવાનો ઇનકાર કરી રહ્યું છે. આવા 100થી વધુ ભૂતપૂર્વ કર્મચારીઓ 'Laid off on Leave' નામનું જૂથ બનાવ્યું છે. ભૂતપૂર્વ કર્મચારીઓએ સીઈઓ સુંદર પિચાઈ અને ચીફ પીપલ ઓફિસર ફિયોના સિકોની સહિતના અધિકારીઓને ત્રણ પત્રો મોકલીને આ અંગે રજૂઆત કરી છે. કર્મચારીઓએ તેમને છૂટા કરાયા પહેલા મંજૂર કરાયેલી રજાને લઈને વળતર આપવાની માંગ કરી છે. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો:Google lays off robots: ગૂગલમાંથી 12000 લોકોની છટણી બાદ હવે આવ્યો રોબોટનો ટર્ન