નવી દિલ્હીઃવૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં તેજી વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂપિયા 100 વધીને રૂપિયા 60,050 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી.ગત ટ્રેડિંગ સેશનમાં સોનું રૂપિયા 59,950 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ રૂપિયા 600 વધીને રૂપિયા 77,000 પ્રતિ કિલો પર પહોંચી હતી. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, મંગળવારે દિલ્હીમાં હાજર સોનાના ભાવ રૂપિયા 100 વધીને રૂપિયા 60,050 પ્રતિ 10 ગ્રામ થયા હતા. જોકે, સોનામાં રોકાણ કરતા રોકાણકારો માટે હવે બીજા વિકલ્પો ખુલે એવી આશા છે.
રૂપિયાને કોઈ ફાયદો નહીંઃક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ડોલરની નબળાઈનો ફાયદો રૂપિયાને મળી શક્યો નથી. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે, આ સપ્તાહે યુએસ રિટેલ સેલ્સ ડેટા અને યુકેના ફુગાવાના ડેટા આવવાના છે. આ કારણે બજારના સહભાગીઓએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો પ્રતિ ડોલર 82.01 પર ખુલ્યો હતો. 81.97ની ઊંચી અને 82.07ની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ અંતે તે એક પૈસાનો ઘટાડો દર્શાવે છે. જે પ્રતિ ડોલર 82.04 પર બંધ રહ્યો હતો. સોમવારે રૂપિયો પ્રતિ ડૉલર 82.03 ના સ્તર પર બંધ થયો હતો.