બિઝનેસ ડેસ્કઃઅમેરિકા જેવા આર્થિક રીતે સદ્ધર દેશમાં બેંકના ઉઠમણા થઈ રહ્યા છે. જેની અસર અન્ય રાષ્ટ્ર ઉપર પડી રહી છે. આ કારણે શેરમાર્કેટમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભારતમાં રોકાણ માટે બેસ્ટ સોનાને માનવામાં આવે છે. આર્થિક કટોકટી વખતે પણ સોનું ઉપયોગી પુરવાર થાય છે. હાલ તો સ્થિતિ એવી જોવા મળી રહી છે કે, સોાનાના ભાવમાં મોટો વધારો થયો છે. સોાનાની કિંમતમાં ઉછાળા સાથે પહેલી વખત MCX પર 10 ગ્રામના ભાવ રૂપિયા 60,000ને પાર થયા છે.
આ પણ વાંચોઃ US Banking Crisis : અમેરિકાની સિલિકોન વેલી બાદ હવે સિગ્નેચર બેંકને લાગ્યા તાળા
એક્સપર્ટ વ્યૂઃ આવા માહોલ વચ્ચે માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તા કહે છે કે, સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ પાછળનું એક કારણ અમેરિકા અને અન્ય દેશમાં ચાલી રહેલી બેન્કની ક્રાઈસીસ જવાબદાર છે. આ સિવાય નબળો પડતો ડૉલર, શેર માર્કેટમાં અનિશ્ચિતતા જેવા પાસાઓ જવાબદાર છે.
સુરક્ષિત રોકાણઃ આવી સ્થિતિમાં સોનામાં રોકાણ વધવું સ્વાભાવિક છે. છેલ્લા કેટલાક સમયથી સોનામાં થતું રોકાણ વધી રહ્યું છે. શેર માર્કેટમાં એક બાજુ પોઈન્ટ ગગડી રહ્યા છે એના માહોલમાં સોનાને સપોર્ટ મળી રહ્યો છે. અત્યારે સોનાના ભાવ રૂપિયા 60,065 છે.
તેજીના એંધાણઃ સોનાની કિંમતમાં તેજી યથાવત રહી શકે છે. આગામી એક મહિના સુધી ભાવમાં વધારો જોવા મળી શકે છે. ફેડ રીઝર્વ તરફથી ફરી વ્યાજદરમાં વૃદ્ધિની શંકા અને અમેરિકામાં બેંક ક્રાઈસીસને કારણે સોનાની ચમક વધી છે. ઘણા રોકાણકારો સોનાને સંકટસમયની મૂડી ગણાવે છે. જ્યારે માર્કેટમાં નવા રોકાણકારો પણ સોનામાં થતું રોકાણ સર્વશ્રેષ્ઠ માની રહ્યા છે.
આ પણ વાંચોઃ Silicon Valley Bank crash: અભિનેત્રી શેરોન સ્ટોને બેંકિંગ કટોકટીમાં ગુમાવ્યા રુપિયા
ચલણની અસરઃ વૈશ્વિક માર્કેટમાં ગગડો રૂપિયો પણ સોનાની કિંમતને અસર કરી શકે છે. 22 કેરેટ ગોલ્ડની કિંમત 58240 રૂપિયા પ્રતિ 10 ગ્રામના છે જ્યારે 18 કેરેટની પ્રાઈમપ્રાઈસ 48330 રૂપિયા છે. કોઈ પણ દાગીના બનાવવા માટે 22 કેરેટ ગોલ્ડ જોઈએ. પણ કેટલાક લોકો 18 કેરેટથી પણ દાગીના તૈયાર કરાવે છે. મેકિંગ ચાર્જિસ, રાજ્યના ટેક્સને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત જુદી જુદી રહે છે.