નવી દિલ્હી: એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઘટાડાને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનોભાવ રૂપિયા 435 ઘટીને રૂપિયા 49,282 પ્રતિ 10 ગ્રામ થયો (Gold falls by Rs 435) હતો. અગાઉના વેપારમાં, યલો મેટલ 49,717 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો (Silver tumbles Rs 1600) હતો.
ગોલ્ટના ભાવમાં ઘટાડો: ચાંદીનો ભાવ પણ રૂપિયા 1,600 ઘટીને રૂપિયા 54,765 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે, જોખમ વિરોધી સેન્ટિમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) એ સોનામાં હોલ્ડિંગમાં કાપને પગલે દિલ્હીમાં 24 કેરેટ સોનાના સ્પોટ ગોલ્ડના ભાવ રૂપિયા 435 પ્રતિ 10 ગ્રામ ઘટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,615.7 ડોલર પ્રતિ ઔંશ જ્યારે ચાંદી 18 ડોલર પ્રતિ ઔંસના સ્તરે નીચી સપાટીએ ટ્રેડ થઈ રહી હતી. પરમારે ઉમેર્યું હતું કે, COMEX ખાતે સ્પોટ ગોલ્ડના ભાવ ઘટીને USD 1,615 પ્રતિ ઔંસ થયા હોવાથી સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જે એપ્રિલ 2020માં છેલ્લે જોવા મળ્યું હતું. (પીટીઆઈ)