ગુજરાત

gujarat

ETV Bharat / business

Cashless Health Insurance : કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ છે? તો મહત્ત્વની બાબત જાણી લો - હોસ્પિટલમાં રુમ

કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ લો અને કેશલેસ સારવારમાં સંપૂર્ણ લાભ મેળવવા માટે હંમેશા પોતાની વીમા કંપની દ્વારા માન્ય નેટવર્ક હોસ્પિટલમાં સારવાર માટે જાઓ. જો પોલિસીમાં આપેલી અનુમતિ કરતાં હોસ્પિટલમાં રુમ વધુ કિંમતનો લેવામાં આવે છે તો માર્જિનની રકમ પણ ચૂકવવી પડશે. વધુ જાણવા માટે આગળ વાંચો.

Cashless Health Insurance : કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ છે? તો મહત્ત્વની બાબત જાણી લો
Cashless Health Insurance : કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ છે? તો મહત્ત્વની બાબત જાણી લો

By

Published : Jun 19, 2023, 6:17 PM IST

હૈદરાબાદ : આપણા દેશમાં વીમા પોલિસી લેવાનું ચલણ ઓછું છે તેનું મુખ્ય કારણ વીમા પોલીસી માટેની યોગ્ય સમજણનો અભાવ કહી શકાય છે. અનપેક્ષિત અકસ્માતોના કિસ્સામાં વ્યક્તિને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે ઘણી નીતિઓ છે. ત્યારે સ્વાસ્થ્ય વીમો લેતી વખતે કેશલેસ ક્લેમની પસંદગી કરવી હંમેશા વધુ સારો વિકલ્પ બની રહે છે. જોકે તેનો ઉપયોગ કેવી રીતે કરવો, મુશ્કેલીથી બચવા માટે શું સાવચેતી રાખવી જરૂરી છે તે બધું જાણવું પણ ખૂબ જરૂરી છે.

બે પ્રકારના દાવા:સ્વાસ્થ્ય વીમા પોલિસીઓમાંના દાવા સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. સૌ પ્રથમ વીમા કંપની દ્વારા માન્યતાપ્રાપ્ત હોસ્પિટલોમાં સારવાર લેવા જવાનું હોય છે. આમ કરવાથી પોલિસીધારકને કોઈ ખર્ચ થતો નથી. આને કેશલેસ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. હોસ્પિટલ પોલિસી મૂલ્ય સુધીના ખર્ચની ચૂકવણી કરે છે. બીજી પદ્ધતિમાં સારવારનો ખર્ચ અગાઉથી ચૂકવવાનો અને પાછળથી ખર્ચ વસૂલ કરવાનો સમાવેશ થાય છે.

વીમા કંપની પ્રતિનિધિઓની મદદ : સામાન્ય રીતે દરેક હોસ્પિટલમાં વીમા પોલિસી માટે અલગ વિભાગ હોય છે. તેઓ તમારા મેડિક્લેમના દાવાની પ્રક્રિયામાં સંપૂર્ણ મદદ કરતાં હોય છે. કેટલીક હોસ્પિટલોમાં તો વીમા કંપની અથવા થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) ના પ્રતિનિધિઓ પણ હાજર હોય છે જેમની સહાય લઇ શકાય છે.

શું મોકલવું જરુરી છે : જરૂરી દસ્તાવેજો અરજી પર હસ્તાક્ષર કરીને સબમિટ કરવાના રહે છે. સાથે મેડિકલ રિપોર્ટ્સ પણ વીમા કંપનીને મોકલવાના હોય છે. તમામ વિગતો તપાસ્યા પછી વીમા કંપની પ્રારંભિક મંજૂરી મોકલતી હોય છે. હોસ્પિટલમાં સારવાર ચાલુ હોય ત્યારે વીમા કંપની તબક્કાવાર મંજૂરીઓ મોકલે છે. હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થવા સમયે કુલ ખર્ચ ચૂકવવામાં આવે છે.

આ મુદ્દાઓ ધ્યાનમાં લો : કેટલીકવાર વીમા પોલિસીની સાથે પોલિસીધારકોએ પોતાની જાતે પણ અમુક રકમ ચૂકવવી પડે તેવું હોઇ શકે છે. કેશલેસ સારવારનો લાભ લેવા માટે ધ્યાનમાં રાખવાના કેટલાક મુખ્ય મુદ્દાઓ છે. જેમ કે બરાબર યાદ રાખો કે કેશલેસ સોલ્યુશન ફક્ત નેટવર્ક હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ બનતી હોય છે. પોલિસીમાં કેટલા રૂમનું ભાડું અને અન્ય સારવાર આવરી લેવામાં આવી છે તે પણ તપાસવાનું હોય છે.

રાઇડર્સ અને ટોપ અપ પોલિસીઓ: સામાન્ય રીતે વીમા પોલિસીમાં રૂમના ભાડા અંગેની ટકાવારી કેટલી છે તેની જોગવાઈ હોય છે. પોલિસી અનુસાર રૂમનું ભાડું ચૂકવવામાં આવે છે તે જ રૂમમાં રહેવાનો પ્રયાસ કરવો. જો ભાડું વધુ પડતું હશે તો પોતે નીભાવવું પડશે. એ ન ભૂલશો કે જો રૂમના ભાડાના તફાવતની ચૂકવણી કરીએ તો પણ રૂમના ભાડા સાથે સંકળાયેલ કેટલાક વધારાના ખર્ચ હોય છે. વીમા પોલિસી સાથે જોડાયેલ રાઇડર્સ અને ટોપ અપ પોલિસીઓ વિશે હોસ્પિટલને જાણ કરવી જોઇએ. વીમા કંપનીને પૂછીને સ્પષ્ટ માહિતી મેળવો. જો તમારું બિલ મૂળ પોલિસી કરતાં વધી જાય તો ટોપ અપ ઉપયોગી બનતું હોય છે.

  1. કેશલેસ સારવાર 8 દિવસ બંધ, હોસ્પિટલ્સ-નર્સિંગ હોમ્સનો વીમા કંપની સામે મોરચો
  2. Civil Hospital Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની કેશલેસ, ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી
  3. સુરતમાં વીમા કંપનીઓ કેશલેસ વીમો ચૂકવે તેવી માગ સાથેની અરજી હાઈકોર્ટમાં દાખલ

ABOUT THE AUTHOR

...view details