નવી દિલ્હી: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ચાલુ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાં રૂપિયા 8,643 કરોડનું રોકાણ કર્યું છે. વિશ્લેષકોએ જણાવ્યું છે કે, મૂલ્યાંકન વાજબી સ્તરે હોવાને કારણે FPIs ભારતીય બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. અગાઉ માર્ચમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI)એ શેર્સમાં રૂપિયા 7,936 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. આમાંથી મોટા ભાગનું રોકાણ અમેરિકાના GQG પાર્ટનર્સ દ્વારા અદાણી ગ્રુપની કંપનીઓમાં કરવામાં આવ્યું હતું.
FPIનું એપ્રિલમાં રૂપિયા 8643 કરોડનું રોકાણ:એફપીઆઈએ ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત સકારાત્મક વલણ સાથે કરી છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, 3 એપ્રિલથી, FPIsએ સ્ટોક્સમાં રૂપિયા 8,643 કરોડની નેટ જમા કરાવી છે.
નાણાકીય બજારના નિષ્ણાતો શું કહે છે:હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "ભારત જેવી અર્થવ્યવસ્થામાં સ્થિતિ FPI ના પ્રવાહના સંદર્ભમાં અનુકૂળ છે. તેમણે કહ્યું કે, આ સિવાય ભારતીય શેરોનું મૂલ્યાંકન હવે વધી ગયું છે. વાજબી સ્તરે આવી ગયું છે, જેના કારણે FPI ખરીદી રહ્યા છે.