ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં સામાન્ય ઉછાળો - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત સપાટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 6.79 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 7.90 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં સામાન્ય ઉછાળો
Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં સામાન્ય ઉછાળો

By

Published : Jul 27, 2022, 9:47 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત સપાટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 6.79 પોઈન્ટ (0.01 ટકા)ના ઘટાડા સાથે 55,261.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 7.90 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 16,475.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃભારતમાંથી નક્કી થશે સોનાના ભાવ, વધારા ઘટાડા પાછળ આ મુદ્દા જવાબદાર

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે-લાર્સન એન્ડ ટુબ્રો (Larsen and Toubro), તાતા પાવર કંપની (Tata Power Company), વિપ્રો (Wipro), રિલેક્સો ફૂટવેર્સ (Relaxo Footwears), ઝાયડસ લાઈફસાયન્સીઝ (Zydus Lifesciences), આદિત્ય બિરલા સન લાઈફ એએમસી (Aditya Birla Sun Life AMC), એક્સિસ બેન્ક (Axis Bank), પીએનબી ગિલ્ટ્સ (PNB Gilts), તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (Tata Investment Corporation), યુનાઈટેડ સ્પિરિટ્સ (United Spirits).

આ પણ વાંચોઃભારતમાં બુલિયન બેન્ક શરૂ કરવા માટે કવાયત શરૂ, સામાન્ય માણસને થશે મોટો ફાયદો

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 7.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.14 ટકાના વધારા સાથે 27,692.89ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.25 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.31 ટકા તૂટીને 14,760.69ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.54 ટકાના ઘટાડા સાથે 20,583.13ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ કોસ્પીમાં 0.48 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.10 ટકાના ઘટાડા સાથે 3,274.03ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details