ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઉછાળો - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના ચોથા દિવસે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 135.42 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 36.70 પોઈન્ટની મજબૂતી સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઉછાળો
Share Market India: સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઉછાળો

By

Published : Jun 30, 2022, 9:46 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 135.42 પોઈન્ટ (0.26 ટકા)ના વધારા સાથે 53,162.39ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 36.70 પોઈન્ટ (0.23 ટકા)ની મજબૂતી સાથે 15,835.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-જીવનનો આનંદ માણવા વહેલા નિવૃત્ત થવાની ઈચ્છા છે, તો જાણો F.I.R.E સિદ્ધાંતો..

આ શેર્સ ચર્ચામાં રહેશે -ઈન્ફોસિસ (Infosys), જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ (GR Infraprojects), એમટાર ટેકનોલોજીઝ (MTAR Technologies), વંડરલા હોલિડેઝ (Wonderla Holidays), મિન્ડા ઈન્ડસ્ટ્રીઝ (Minda Industries), ભારત રોડ નેટવર્ક (Bharat Road Network), હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા (Home First Finance Company India), ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન (Indian Oil Corporation), સ્ટર્લાઈટ ટેકનોલોજીઝ (Sterlite Technologies), પીબીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (PBA Infrastructure).

આ પણ વાંચો-દહીં, પનીરના ભાવમાં થશે મોટો ફેરફાર, જાણો GST લાગ્યા બાદ શું થશે અસર

વૈશ્વિક બજારની સ્થિતિ - એશિયન બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) અને ડાઓ ફ્યૂચર્સમાં પણ નબળો વેપાર જોવા મળી રહ્યો છે. તો અમેરિકી બજાર ગઈકાલે મિશ્ર વેપાર કરતું જોવા મળ્યું હતું. તો આજે નિક્કેઈ 1.44 ટકાના ઘટાડા સાથે 26,804.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.33 ટકાના ઘટાડા સાથે 3,134.87ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે કોસ્પી 1.05 ટકાના ઘટાડા સાથે 2,377.99ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details