ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઉછાળો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 22.82 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 13.20 પોઈન્ટના સામાન્ય ઉછાળા વેપાર કરી રહ્યો છે.

Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઉછાળો
Share Market India: શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય ઉછાળો

By

Published : Jun 23, 2022, 10:02 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ફ્લેટ થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 22.82 પોઈન્ટ (0.04 ટકા)ના વધારા સાથે 51,845.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 13.20 પોઈન્ટ (0.09 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 15,426.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-શું ફરી RBI વ્યાજના દરોમાં કરશે વધારો ?

વૈશ્વિક બજારની સ્થિતિ -આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 58 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. આ સિવાય નિક્કેઈ લગભગ 0.01 ટકાના ઘટાડા સાથે 26,146.71ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.49 ટકાનો ઉછાળો આવ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 1.10 ટકાના ઘટાડા સાથે 15,178.92ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.67 ટકાના વધારા સાથે 21,148.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.69 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય શાંઘાઈ કોમ્પોઝિટ 0.40 ટકાના વધારા સાથે 3,280.41ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-નિષ્ણાંતોનું મંતવ્ય, મૌદ્રિક સમીક્ષા બેઠક બાદ રેપોરેટમાં વધારો કરશે મધ્યસ્થ બેંક, લોકોને થશે આવી અસર

આ સ્ટોક્સ કરાવી શકે છે સારી કમાણી -મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ (Motilal Oswal Financial Services), નઝારા ટેકનોલોજિઝ (Nazara Technologies), સ્પંદના સ્ફૂર્તિ (Spandana Sphoorty), ગ્રેવિસ કોટન (Greaves Cotton), ઑલસેક ટેકનોલોજિઝ (Allsec Technologies), બજાજ ઑટો (Bajaj Auto), બજાજ હોલ્ડિંગ (Bajaj Holding), ઓએનજીસી (ONGC), ઑઈલ ઈન્ડિયા (OIL India), તાતા મોટર્સ (Tata Motors), બીપીસીએલ (BPCL).

ABOUT THE AUTHOR

...view details