ગુજરાત

gujarat

ETV Bharat / business

પેન્શનધારકોને લઈને  EPFOનો મોટો નિર્ણય, બધાને એકસાથે મળશે લાભ - કેન્દ્રિય IT આધારિત સિસ્ટમ

EPFO પેન્શનધારકો માટે આ મોટો નિર્ણય લઈ શકે છે. EPFO કેન્દ્રીય પ્રણાલીની તૈયારી, 73 લાખ પેન્શનધારકોને પેન્શનનું વિતરણ (Central pension distribution system) એકસાથે કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, હાલ પેન્શનધારકોને અલગ-અલગ તારીખે પેન્શન મળે છે.

EPFOનો મોટો નિર્ણય, બધાને એકસાથે પેન્શન આપવાની તૈયારી
EPFOનો મોટો નિર્ણય, બધાને એકસાથે પેન્શન આપવાની તૈયારી

By

Published : Jul 10, 2022, 4:44 PM IST

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) 29 અને 30 જુલાઈના રોજ યોજાનારી તેની બેઠકમાં કેન્દ્રીય પેન્શન વિતરણ પ્રણાલી (Central pension distribution system) સ્થાપિત કરવાના પ્રસ્તાવ પર વિચારણા કર્યા બાદ તેની મંજૂરી આપશે. આ સિસ્ટમની સ્થાપના સાથે, દેશભરના 73 લાખ પેન્શનરોના ખાતામાં એક જ વારમાં પેન્શન ટ્રાન્સફર કરી શકાશે. હાલમાં, EPFOની 138 પ્રાદેશિક કચેરીઓ તેમના વિસ્તારના લાભાર્થીઓના ખાતામાં પેન્શન ટ્રાન્સફર કરે છે. આવી સ્થિતિમાં પેન્શનધારકોને અલગ-અલગ દિવસ અને સમયે પેન્શન મળે છે.

આ પણ વાંચો :વ્યાજદર વધતા લોન લેવામાં આટલું ધ્યાન રાખજો, EMI બોજ નહીં લાગે

પેન્શન વિતરણ પ્રણાલી સ્થાપિત : 29 અને 30 જુલાઇના રોજ યોજાનારી EPFOની (Employees Provident Fund Organisation ) સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં કેન્દ્રીય પેન્શન વિતરણ પ્રણાલી (Central pension distribution system) સ્થાપિત કરવાનો પ્રસ્તાવ લેવામાં આવશે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું. સૂત્રએ વધુમાં જણાવ્યું કે, આ સિસ્ટમ લગાવ્યા બાદ પેન્શનનું વિતરણ 138 પ્રાદેશિક કચેરીઓના ડેટાબેઝના આધારે કરવામાં આવશે. આ સાથે 73 લાખ પેન્શનધારકોને એક સાથે પેન્શન આપવામાં આવશે.

આ પણ વાંચો :જાણો શેરબજારમાં સફળ થવા માટેના શું છે રોકાણના મંત્રો

IT આધારિત સિસ્ટમ : સૂત્રએ જણાવ્યું હતું કે, તમામ પ્રાદેશિક કચેરીઓ તેમના વિસ્તારના પેન્શનરોની જરૂરિયાતોને અલગ રીતે ડીલ કરે છે. આની મદદથી પેન્શનરોને અલગ-અલગ દિવસે પેન્શન ચૂકવી શકાશે. 20 નવેમ્બર, 2021 ના ​​રોજ યોજાયેલી CBTની 229મી બેઠકમાં, ટ્રસ્ટીઓએ C-DAC દ્વારા કેન્દ્રિય IT આધારિત સિસ્ટમ વિકસાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details