ગુજરાત

gujarat

ETV Bharat / business

ઓગષ્ટમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોની સંખ્યા 1 કરોડને પાર - Domestic air traffic increases

કોરોના કાળમાં એવિએશન સેક્ટરને આર્થિક રીતે ધોબી પછાળ લાગ્યા બાદ ધીમે ધીમે આ સેક્ટર ખરા અર્થમાં આર્થિક રીતે બેઠું થઈ રહ્યું છે. સર્વત્ર નિયંત્રણો હળવા થતા ધીમે ધીમે એરટ્રાફિક વધી રહ્યો છે. જે અંગેની આંકડાકીય માહિતી વિભાગે જાહેર કરતા આંકડો કરોડને આંબી ગયો છે. ડીજીસીએના ડેટા અનુસાર ઓગસ્ટમાં સ્થાનિક એર ટ્રાફિક (Domestic air traffic in August) હવે 1.01 કરોડ થયો છે. જુલાઈમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 97.05 લાખ હતી.

Etv Bharatઓગષ્ટમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોની સંખ્યામાં મોટો ફેરફાર
Etv Bharatઓગષ્ટમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોની સંખ્યામાં મોટો ફેરફાર

By

Published : Sep 17, 2022, 3:48 PM IST

Updated : Sep 17, 2022, 4:17 PM IST

નવી દિલ્હી : દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોનો રશ દિવસે દિવસે વધી રહ્યો છે. ગત મહિના જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં 4 ટકાનો વધારો થયો છે. આ આંકડો વધીને 1.01 કરોડ થઈ ગઈ છે. જુલાઈમાં 97.05 લાખ પ્રવાસીઓએ ડોમેસ્ટિક એર ફ્લાઈટમાં ટુર કરી હતી. શુક્રવારે આ માહિતી આપતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું કે, આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન કુલ 7.70 કરોડ લોકોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સથી (Domestic air traffic) મુસાફરી કરી છે. વાર્ષિક ધોરણે 67.38 ટકા અને માસિક ધોરણે 50.96 ટકાનો વધારો (Domestic air traffic recorded growth) થયો છે.

સ્થાનિક મુસાફરોનો સિંહફાળો:દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનો ડોમેસ્ટિક ફ્લાઈટમાં ભાગ ઓગસ્ટ મહિના દરમિયાન 57.7 ટકા હતો. જે જુલાઈમાં 58.8 ટકા થયો હતો. DGCAના ડેટા અનુસાર, સમીક્ષા હેઠળના મહિનામાં કુલ સ્થાનિક મુસાફરોની ટકાવારી 9.7 હતી. જે જુલાઈમાં 10.4 ટકા થઈ હતી. દેશની નવી એરલાઇન Akasa Air એ આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક માર્કેટમાં એન્ટ્રી કરતા એક સ્પર્ધા જોવા મળી છે. આ કંપનીએ એર ડોમેસ્ટિક માર્કેટમાં 0.2 ટકા માર્કેટ ભાગ મેળવી દીધો છે. કંપનીએ તારીખ 7 ઓગસ્ટના રોજ કામગીરી શરૂ કરી હતી. જે હજુ પણ યથાવત છે.

એર ટ્રાફિક વધ્યોઃપાછલા મહિનાની સરખામણીએ સ્થાનિક હવાઈ ટ્રાફિકમાં સીધો 4 ટકાનો વધારો થયો છે. જે દરમિયાન જુદી જુદી ડોમેસ્ટિક ફ્લાઈટે 97.05 લાખ મુસાફરોને એમના ડેસ્ટિનેશન સુધી પહોંચાડ્યા છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2022 દરમિયાન સ્થાનિક એરલાઇન્સે 770.70 પ્રવાસીઓને ટુર કરાવી છે. જે સંખ્યા અગાઉના વર્ષે 460.45 લાખ હતી, જેથી વાર્ષિક વૃદ્ધિ 67.38 ટકા અને માસિક વૃદ્ધિ 50.96 ટકા નોંધાઈ હતી.

ટોપ પર કોણઃ આ સિવાય ઓગસ્ટમાં, ઈન્ડિગો57.7 ટકાના બજાર હિસ્સા સાથે દેશની સૌથી મોટી એરલાઈન રહી. એ પછી વિસ્તારા 9.7 ટકાના હિસ્સા સાથે બીજા ક્રમે છે, જે જુલાઈમાં નોંધાયેલા 10.4 ટકા કરતા ઓછો હતો, DGCA ડેટા અનુસાર ઈન્ડિગોનો બજાર હિસ્સો જુલાઈમાં 58.8 ટકાથી ઘટી ગયો હતો. દેશની નવી એરલાઇન Akasa, જેણે ઑગસ્ટ 7 ના રોજ શરૂઆત કરી છે. તેનો 0.2 ટકા બજારહિસ્સો હતો. ગયા મહિને, એર એશિયા ઑન ટાઇમ પર્ફોર્મન્સ (OTP)ની દ્રષ્ટિએ ટોચ પર હતી. જ્યારે સ્પાઇસજેટ સૌથી વધુ પેસેન્જર લોડ ધરાવે છે. એર-એશિયા ગયા મહિને ઑન ટાઇમ પર્ફોર્મન્સના સંદર્ભમાં ટોચના સ્થાને રહી હતી.

Last Updated : Sep 17, 2022, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details