ગુજરાત

gujarat

ETV Bharat / business

ડાબર ઈન્ડિયાએ બાદશાહ મસાલામાં 51 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે - Dabur India

ડાબર ઈન્ડિયાએ (Dabur India acquire Badshah Masala) બાદશાહ મસાલાનો 51 ટકા હિસ્સો રૂપિયા 587.52 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. (Dabur acquires Badshah Masala). આ ડીલ માટે બાદશાહ મસાલાનું મૂલ્ય 1,152 કરોડ રૂપિયા હતું. ડાબરે જણાવ્યું હતું કે, બાકીનો 49 ટકા ઇક્વિટી હિસ્સો પાંચ વર્ષ પછી હસ્તગત કરવામાં (Dabur acquires Badshah Masala) આવશે.

ડાબર ઈન્ડિયાએ બાદશાહ મસાલામાં 51 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે
ડાબર ઈન્ડિયાએ બાદશાહ મસાલામાં 51 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે

By

Published : Oct 27, 2022, 7:14 AM IST

નવી દિલ્હી: ઘરેલુ રોજિંદા ઉપભોક્તા સામાન કંપની ડાબર ઈન્ડિયાએ (Dabur India acquire Badshah Masala) બાદશાહ મસાલાનો 51 ટકા હિસ્સો રૂપિયા 587.52 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. કંપનીએ બાદશાહ મસાલા પ્રાઇવેટ લિમિટેડમાં 51 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર (Dabur acquires Badshah Masala) કર્યા છે, એમ સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે. આ ડીલ માટે બાદશાહ મસાલાનું મૂલ્ય 1,152 કરોડ રૂપિયા હતું.

ડાબરે બાદશાહ મસાલા મેળવ્યા:નિવેદન અનુસાર, બાદશાહમસાલા દડેલા મસાલા, મિશ્ર મસાલા અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, બજાર અને નિકાસ કરે છે. ડાબર ઈન્ડિયાએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, "આ એક્વિઝિશન ફૂડ સેગમેન્ટમાં નવી કેટેગરી દાખલ કરવાના કંપનીના વ્યૂહાત્મક ઈરાદાને અનુરૂપ છે." ડાબર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "51 ટકા ઇક્વિટી હિસ્સા માટે રૂપિયા 587.52 કરોડમાં સોદો કરવામાં આવ્યો છે."

બાદશાહ મસાલામાં ડાબરનું રોકાણ:ડાબરે જણાવ્યું હતું કે, બાકીનો 49 ટકા ઇક્વિટી હિસ્સો પાંચ વર્ષ પછી હસ્તગત કરવામાં આવશે. આ અધિગ્રહણ સાથે, ડાબર ઈન્ડિયા ત્રણ વર્ષમાં તેના ફૂડ બિઝનેસને વધારીને રૂપિયા 500 કરોડ કરવા માગે છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

નેચરલ હેલ્થ કેર કંપની:ડાબર એ ભારતની શ્રેષ્ઠ આયુર્વેદિક અને નેચરલ હેલ્થ કેર કંપનીમાંની એક છે. જાહેરાત કરતાં ડાબર ઈન્ડિયાના ચેરમેન મોહિત બર્મને જણાવ્યું હતું કે, આ એક મોટું અને આકર્ષક બજાર છે. બાદશાહ મસાલા મુખ્ય પ્લેયરમાંથી એક છે. તેમણે ઉમેર્યું હતું કે, બાદશાહ મસાલામાં ડાબરનું રોકાણ આ વ્યવસાયને વિસ્તારવામાં વધશે અને સાથે જ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટ બનાવવાનું ચાલુ રાખશે. મસાલાના વ્યવસાયને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતરવા માગીએ છીએ. ડાબર ઈન્ડિયા ગ્રૂપના ડાયરેક્ટર પીડી નારંગે જણાવ્યું હતું કે, આ અધિગ્રહણ ડીલ ચાલુ નાણાકીય વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

ABOUT THE AUTHOR

...view details