અમદાવાદઃ જ્યારે તબીબી ફુગાવો ઝડપથી વધી રહ્યો છે. ત્યારે અણધાર્યા તબીબી કટોકટી (Unexpected medical crisis) સામે તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવું હિતાવહ છે. આથી આરોગ્ય વીમો (Health insurance policy) પસંદગી કરતાં વધુ જરૂરી બની ગયો છે. કારણ કે, કટોકટીની તબીબી સારવાર અને હોસ્પિટલમાં દાખલ થવાથી આપણા નાણાકીય આરોગ્ય પર અસર થઈ શકે છે. આમ, આરોગ્ય વીમા યોજનાઓમાં (Health insurance policy) રોકાણ એ તમારા ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ રોકાણ હોઈ શકે છે.
વીમાદાતાઓની પેટામર્યાદા જાણો - આ જ પ્રકારે તમારે પૉલિસીનો લાભ લેતા પહેલા તમામ નિયમો અને શરતો જાણવાની જરૂર છે. ખાસ કરીને ત્યારે જ્યારે વીમાદાતા દ્વારા લાદવામાં આવેલી પેટા મર્યાદાઓ. માત્ર ત્યારે જ તમારા વૉલેટમાંથી ખર્ચ કર્યા વિના તબીબી કટોકટીમાંથી બહાર (Unexpected medical crisis) નીકળવું શક્ય બનશે. તમારા તમામ હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લેતી પૉલિસીને મહત્વ આપો. કેટલીક વાર ઉચ્ચ પ્રીમિયમ અને પરવડે તેવી ચિંતામાં લોકો પેટા મર્યાદા સાથે પૉલિસીનો લાભ લેવાનું વલણ ધરાવે છે. તેનો અર્થ એ છે કે, તમે કોઈ બીમારી અથવા ખર્ચ માટે રકમ અગાઉથી નક્કી કરી રહ્યાં છો. પછી વીમા કંપની તે મુજબ વળતર આપે તેવી અપેક્ષા રાખો.
આ પણ વાંચો-ભારતે સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું: UN રિપોર્ટ
કોઈ પણ રોગની સારવાર માટે નક્કી કરી શકાય છે પેટા મર્યાદા-ઉદાહરણ તરીકે ચાલો ધારીએ કે, તમારી પાસે 5 લાખ રૂપિયાની પૉલિસી (Health insurance policy) છે. કોઈ પણ રોગની સારવાર માટેની પેટા મર્યાદા 30,000 રૂપિયા નક્કી કરી શકાય છે. આ સિવાય પૉલિસીધારકે (Health insurance policy) ખર્ચ ઉઠાવવો પડશે. એમ્બ્યુલન્સનું ભાડુ પોલિસીની (Health insurance policy) રકમના એક ટકા પર નક્કી કરવામાં આવ્યું છે. એ જ રીતે બીમારી કે સારવાર માટે પણ ચોક્કસ રકમ નક્કી કરવામાં આવે છે. પ્રી હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને ડિસ્ચાર્જ પછીના ખર્ચ પર પણ મર્યાદા હશે. તે સારવારના દિવસોમાં નક્કી કરવામાં આવશે. અથવા નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવી છે. એવું કહેવાય છે કે, આવી મર્યાદા વીમા કંપનીઓની જવાબદારીઓને ઘટાડે છે.