નવી દિલ્હીઃસરકારે ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લાદવાનું કહ્યું હતું. ગેમિંગ પર GST લાદવાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી મહિને એટલે કે 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લાગૂ થશે. તે જ સમયે, ભારતીય રાજ્યોમાં જ્યાં SGST લાગુ કરવામાં આવ્યો નથી, ત્યાં આગામી 48 કલાકમાં આ કાયદો લાગુ થવાની અપેક્ષા છે. અમે તમને જણાવી દઈએ કે ગેમિંગ સ્ટાર્ટઅપને ગેમ રમવા માટે યુઝર ફી તરીકે 100 રૂપિયા મળે છે, ત્યારબાદ તે પ્લેટફોર્મ ફી તરીકે લગભગ 10 રૂપિયા કમાય છે.
18 ટકાથી વધારી 28 ટકા ટેક્સ કરવામાં આવ્યો:અત્યાર સુધી કંપનીઓ 18 ટકા જીએસટી ચૂકવતી હતી, જે 1 ઓક્ટોબરથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે, જેઓ GST કાઉન્સિલના અધ્યક્ષ છે, તેમણે તમામ રાજ્યોની સંમતિથી ઑનલાઇન ગેમિંગ પર GST લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. આ 50મી બેઠકમાં ઓનલાઈન ગેમ્સ, કેસિનો અને હોર્સ-રેસિંગ પર ટેક્સ રેટ બદલવા માટે કહેવામાં આવ્યું હતું.