નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે BSNLના પુનરુત્થાન માટે ત્રીજા પેકેજને મંજૂરી આપી છે. જે અંતર્ગત BSNLને ફરી શરૂ કરવા માટે રૂપિયા 89,047 કરોડ આપવામાં આવ્યા હતા. બુધવારે આપવામાં આવેલા ત્રીજા અને અંતિમ રિવાઇવલ પેકેજ સાથે, BSNLને આપવામાં આવેલી કુલ નાણાકીય સહાય રૂપિયા 3.22 લાખ કરોડને વટાવી ગઈ છે. જેમાં ઇક્વિટી ઇન્ફ્યુઝન દ્વારા BSNL માટે 4G અને 5G સ્પેક્ટ્રમની ફાળવણીનો સમાવેશ થાય છે.
ભારતના દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી પૂરી પાડશે:સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે BSNLની અધિકૃત મૂડી રૂપિયા 1,50,000 કરોડથી વધારીને રૂ. 2,10,000 કરોડ કરવામાં આવશે. આ પુનરુત્થાન પેકેજ સાથે, BSNL એક સ્થિર ટેલિકોમ સેવા પ્રદાતા તરીકે ઉભરી આવશે જે ભારતના દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી પૂરી પાડશે. વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કેબિનેટની બેઠક પછી મીડિયાને જણાવ્યું હતું કે BSNL હવે પર્વતીય વિસ્તારો અથવા માઓવાદથી પ્રભાવિત કેટલાક સ્થળો સિવાય સમગ્ર દેશમાં 4G સેવાઓ પ્રદાન કરી રહી છે.
પુનરુત્થાન પેકેજ: સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, BSNLની અધિકૃત મૂડી રૂપિયા 1,50,000 કરોડથી વધારીને રૂપિયા 2,10,000 કરોડ કરવામાં આવશે. આ પુનરુત્થાન પેકેજ સાથે, BSNL એક સ્થિર ટેલિકોમ સેવા પ્રદાતા તરીકે ઉભરી આવશે જે ભારતના દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી પૂરી પાડશે. વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કેબિનેટની બેઠક પછી મીડિયાને જણાવ્યું હતું કે BSNL હવે પર્વતીય વિસ્તારો અથવા માઓવાદથી પ્રભાવિત કેટલાક સ્થળો સિવાય સમગ્ર દેશમાં 4G સેવાઓ પ્રદાન કરી રહી છે.