નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ થયું છે. પોતાના સંબોધનની શરુઆતમાં તેમણે જણાવ્યું હતું કે અમૃતકાળમાં યોજાઈ રહેલું પહેલું બજેટ છે. સમૃદ્ધ અને સમાવેશી ભારતની કલ્પના કરીએ છીએ. ખાસ કરીને યુવાનો તથા તમામ દેશવાસી સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. સચોટ નીતિ પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. જેના કારણે જરૂરિયાત ધરાવતા લોકોને મદદ મળી છે.
મહિલા સન્માન બચતપત્રબજેટમાં મહિલાઓને લગતી મોટી જાહેરાતો જોવા મળી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને મહિલા સન્માન બચતપત્રના ઉલ્લેખ સાથે આ વિશે જણાવ્યું હતું. મહિલા સન્માન બચતપત્ર બે વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. માર્ચ 2025 સુધી મળનાર મહિલા સન્માન બચતપત્રમાં મહિલાઓ બે વર્ષ માટે બે લાખ જમા કરાવી શકશે. માર્ચ 2025 સુધીના આ લઘુબચત યોજનામાં મહિલાઓ અને બાળકીઓના નામ પર બે વર્ષ માટે સાડા સાત ટકાના વ્યાજે 2 લાખની રકમ ડીપોઝિટ થઇ શકશે.
81 લાખ મહિલાઓને લાભ : તેમણે કહ્યું કે આર્થિક વિકાસ કરવા માટે લોકકેન્દ્રીય યોજના પર ચાલી રહ્યા છે. વર્ષ 2014થી દેશવાસી શાંતિથી જીવન જીવી શકે એ માટે કામ કર્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર આ નવ વર્ષમાં બદલ્યો છે. કારોબાર માટે અનુકુળ વાતાવરણ બદલાવ્યુ છે. જેવી રીતે વૈશ્વિક ધોરણે પરિવર્તન થાય છે. રાષ્ટ્રીય આજીવિકા મિશને અસાધારણ સફળતા મેળવી છે. 81 લાખ મહિલાઓને એક સમૂહ સાથે જોડી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં હજું મહિલાઓને આ યોજનામાં જોડી દેવામાં આવશે. મહિલાઓને સક્ષમ બનાવવા આવશે જેથી તેમના ગૃહઉત્પાદન વૈશ્વિક સ્તરે પ્રાપ્ય બની રહે.