ગુજરાત

gujarat

ETV Bharat / business

Budget 2023 : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડિગ, હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું - લેબગ્રોન

કેન્દ્રીય બજેટ 2023(Budget 2023 )માં સુરતના હીરાઉદ્યોગને લાગુ પડે તેવી એક ખાસ જાહેરાત જોવા મળી હતી. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ( Export of Lab Grown Diamond )ચીનને ટક્કર આપવાના હેતુથી લેબગ્રોન ડાયમંડને મળે તે માટે IITને ફંડ (IIT Fund )આપવાની જાહેરાત ખાસ જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું છે.

Budget 2023 : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડિગ, હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું
Budget 2023 : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડિગ, હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું

By

Published : Feb 1, 2023, 5:36 PM IST

કસ્ટમ ડ્યુટીમાં પણ રાહત આપતા સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું

સુરત : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ચીનને ટક્કર આપવા માટે આ વખતે કેન્દ્રીય બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને લેબગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપવા માટે IITને ફંડ આપવાની જાહેરાત કરી છે. નાણાંપ્રધાને કહ્યું કે IIT દેશી લેબોરેટરી બનાવે તો ભારતીય લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગને મોટો ફાયદો થશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમને લેબગ્રોન ડાયમંડ વિશે આરએનડી કરવા માટે આઈઆઈટીને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. કસ્ટમ ડ્યુટીમાં પણ રાહત આપતા સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું છે.

બજેટ પર હીરા ઉદ્યોગકારોની પ્રતિક્રિયા : આ જાહેરાતથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓએ ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આવનાર દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ જોવા મળશે. લેબગ્રોન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સ્વાતિ જાનીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડ અંગે કરવામાં આવેલી જાહેરાત બાદ ઇન્ડસ્ટ્રી બુસ્ટ અપ થશે. જેટલું સારું સંશોધન થશે તેટલું સારું ડાયમંડ લોકોને મળી શકશે. આમાં પારદર્શિતા વધશે અને વિશ્વને એક સારી ક્વોલિટીનો ગ્રીન ડાયમંડ મળી શકશે.

આ પણ વાંચો Demand for Labgron Diamond: રીયલ નેચરલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ

જ્વેલરી ઉદ્યોગને પણ લાભ: સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ જયંતી સાવલિયાએ જણાવ્યું હતું કે આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં લેબગ્રોન ડાયમંડને પ્રધાનતા આપવામાં આવી છે. અગાઉ જે ચીનથી ડાયમંડ આવી રહ્યા હતાં તે ઓછું થાય અને લોકલ ઇન્ડસ્ટ્રીને તક મળે આ માટે એ ખૂબ જ સારી જાહેરાત કરવામાં આવી છે. વેલ્યુ એડિશન કરીને આ ડાયમંડની જ્વેલરી સુરતમાં બને છે જેથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ ઘણો લાભ થશે.

હવે સારી રીતે ચીનને ટક્કર આપી શકાશે : અન્ય વેપારી નીલેશ બોડકીએ જણાવ્યું હતું કે, બજેટમાં જે લેબગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેથી સ્પષ્ટ જોવા મળે છે કે આત્મનિર્ભર ભારતને વેગ મળી રહ્યો છે. અત્યાર સુધી ચીન સાથે જે અમારી ટક્કર હતી તેમાં હાલ આ બજેટના કારણે અમને સીધો લાભ મળશે અને જે કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી છે અને સંશોધન માટે જે ફાળવણી કરવામાં આવી છે તે ખૂબ જ પ્રશંસનીય છે.

આ પણ વાંચો અમેરિકાના પોપ કલ્ચરમાં ચમકશે સુરતના લેબગ્રોન ડાયમંડ

લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ : છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 1500 કરોડથી વધી 8500 કરોડ પર પહોંચ્યું છે. આંકડો ચોંકાવનારો છે. હાલ જે રીતે વૈશ્વિક સ્તરે ગ્રીન ડાયમંડ એટલે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ(Demand for Green Diamonds) વધી છે. તેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં એક્સપોર્ટના આંકડા ચોંકાવનારા છે. સુરતમાં 10થી વધારે મોટી હીરા કંપનીઓ અને 350 નાના યુનિટો લેબગ્રોન ડાયમંડને કટ એન્ડ પોલીશ(Cut and Polish Diamond) કરવાનું કામ કરે છે. સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો કાર્યરત છે. જેમાંથી 50 જેટલા યુનિટો દ્વારા લેબગ્રોન ડાયમંડની જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. આ હીરા કુદરતી હીરાની સરખામણીમાં 65થી 70 ટકા સસ્તાં હોય છે.

એક્સપોર્ટમાં 6 ગણો વધારો : વિશ્વમાં ગ્રીન ડાયમંડની માંગ વધી છે. જેના કારણે હવે લોકો અસલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ કરી રહ્યા છે. આ કારણ છે કે, છેલ્લા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં 6 ગણો વધારો(Export of Labgron Diamond ) થયો છે. લેબગ્રોન ડાયમંડ સંપૂર્ણ રીતે લેબોરેટરીમાં તૈયાર થનાર ડાયમંડ છે. તે સંપૂર્ણ રીતે ઇકોફ્રેન્ડલી તૈયાર કરી શકાય છે.

સાઈન્ટિફિક પેરામીટર બધું એકસરખું : કુદરતી હીરાની ખાણમાંથી ડાયમંડ નીકળે છે તેના કરતા પણ સારી ક્વોલિટીના આ ડાયમંડ હોય છે. બંનેમાં સાઈન્ટિફિક પેરામીટર બધું એકસરખું હોય છે. આ લેબમાં તૈયાર કરવામાં આવતા હોય છે એની ખાસિયત છે કે એનાથી પૃથ્વીને કોઈ નુકસાન થતું નથી. જ્યારે નેચરલ ડાયમંડ કાઢવા માટે પૃથ્વીને નુકસાન થાય છે. જેના કારણે પ્રાણીઓ પણ અસરગ્રસ્ત થાય છે એટલે કે સંપૂર્ણપણે લેબગ્રોન ડાયમંડને ગ્રીન ડાયમંડ કહી શકાય.

ABOUT THE AUTHOR

...view details