મુંબઈ :ચાલુ સપ્તાહની ધમાકેદાર શરૂઆત બાદ આજે ફરી ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 431 અને 168 પોઈન્ટ વધીને લીલા નિશાનમાં બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ ખૂબ સારા સુધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. ઉપરાંત ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચ કરી છે.
BSE Sensex : આજે 5 ડિસેમ્બર મંગળવારના રોજ ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈનડેક્સ લગભગ 431 પોઈન્ટ (0.63 %) સુધારા સાથે 69,296 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ઈનડેક્સ આજે 303 પોઈન્ટ વધીને 69,168 ના મથાળે ખુલ્યો હતો. શરૂઆતથી જ મજબૂત વલણ જાળવી રાખી 69,381 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી, જે ઓલ ટાઈમ હાઈ છે. ઉપરાંત BSE Sensex 68,855 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. ઉલ્લેખનિય છે કે BSE Sensex ઈન્ટ્રાડે 69,381 ની વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો.
NSE Nifty :આજે 5 ડિસેમ્બર મંગળવારના રોજ NSE Nifty ગતરોજના 20,687 બંધની સામે 122 પોઈન્ટ વધીને 20,809 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતના કારોબારમાં સતત મજબૂત વલણને જાળવી રાખી 20,864 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ FII ના સેલીંગ પ્રેશર વચ્ચે નિફ્ટી ઇન્ડેક્સ 20,711 પોઈન્ટ ડાઉન ગયો હતો. DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 168 પોઈન્ટ વધારા બાદ 20,855 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.81 ટકાનો વધારો દર્શાવે છે.