ગુજરાત

gujarat

ETV Bharat / business

દિવાલી સુધી બ્રિટન, ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી શકે છે - દિવાલી સુધી બ્રિટન ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ

ભારત અને બ્રિટન વચ્ચે દિવાલી સુધી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Agreement between India and Britain) પર કોઈ નિર્ણય થઈ શકે છે. આ વર્ષે એપ્રિલમાં પણ બંને દેશોની આ વાતની ઈચ્છા જાહેર કરી હતી. જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Agreement) બંને દેશ વચ્ચે થઈ જાય તો ભારત અને બ્રિટેનને સીધો ફાયદો થશે આ ઉપરાંત રોજગારીની તકો પણ વધશે.

Etv Bharatદિવાલી સુધી બ્રિટન, ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી શકે છે
Etv Bharatદિવાલી સુધી બ્રિટન, ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી શકે છે

By

Published : Oct 13, 2022, 11:54 AM IST

ન્યૂઝ ડેસ્ક: ભારત અને બ્રિટનમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Agreement between India and Britain) ને લઈને ચર્ચા લાંબા સમય સુધી ચાલી રહી છે. પૂર્વ પ્રધાન બોરિસ જ્હોનસને તો આ વર્ષે એપ્રિલમાં આશા વ્યક્ત કરી હતી કે, દિવાળી સુધી ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Agreement) થઈ જશે. હવે વડાપ્રધાન લિઝ ટ્રુસના પ્રવક્તાએ પણ આ દિશામાં મોટું નિવેદન આપ્યું છે. દિવાલી સુધી બ્રિટન, ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી શકે છે.

એગ્રીમેન્ટ:જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હા અમે ભારત સાથે મુક્ત વેપાર કરાર ઈચ્છીએ છીએ. જો આમ થશે તો ભારતના મધ્યમ વર્ગને જરૂરી પુરવઠો યુકે દ્વારા કરવામાં આવશે. હવે બ્રિટનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દિવાળીને થોડા દિવસો બાકી છે. બંને દેશો ઘણા મુદ્દાઓ પર ચર્ચા કર્યા પછી સહમત થઈ ગયા છે, તેથી રાહ ઔપચારિક જાહેરાતની છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે, મુક્ત વેપાર કરાર ભારત અને બ્રિટન બંને માટે મહત્વપૂર્ણ છે. હાલમાં ભારત અને બ્રિટન વચ્ચે 50 અબજ ડોલરનો વેપાર છે, જેનું મહત્વાકાંક્ષી લક્ષ્ય 100 અબજ ડોલર રાખવામાં આવ્યું છે. હવે આ ત્યારે જ પરિપૂર્ણ થઈ શકે છે, જ્યારે બંને દેશો વચ્ચે કોઈપણ અવરોધ વિના વેપાર થઈ શકે.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ:મુક્ત વેપાર સંધિઓનો ઉપયોગ વેપારને સરળ બનાવવા માટે થાય છે. FTA હેઠળ, બે દેશો વચ્ચે આયાત-નિકાસ હેઠળના ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી, નિયમનકારી કાયદા, સબસિડી અને ક્વોટા વગેરેને સરળ બનાવવામાં આવે છે. આનો એક મોટો ફાયદો એ છે કે જે બે દેશો વચ્ચે આ સંધિ કરવામાં આવી છે તે બંને દેશો વચ્ચે ઉત્પાદન ખર્ચ બાકીના દેશો કરતા સસ્તો થઈ જાય છે. તેના ફાયદાઓને ધ્યાનમાં રાખીને, વિશ્વના ઘણા દેશો વચ્ચે મુક્ત વેપાર સંધિઓ કરી રહ્યા છે. આ બિઝનેસ વધારવામાં મદદ કરે છે અને અર્થતંત્રને વેગ આપે છે. તેનાથી વૈશ્વિક વેપાર વધારવામાં પણ મદદ મળી છે.

બ્રિટન અને ભારત:ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત કરીએ તો, આ કરાર હેઠળ બંને દેશો વચ્ચેનો વેપાર વધે છે, તેની સાથે આયાત નિકાસમાં કોઈપણ અવરોધોને દૂર કરવાનું કામ કરવામાં આવે છે. મુક્ત વેપાર કરારમાં જ સબસિડી, ક્વોટા, ટેરિફ પણ ઘટાડવામાં આવે છે. તેનો લાભ બંને દેશોને પહોંચે છે. ભારતની વાત કરીએ તો જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તો એક્સપોર્ટ સેક્ટરમાં મોટો ગ્રોથ જોવા મળી શકે છે. આ સિવાય એગ્રો, લેધર, ટેક્સટાઈલ જેવા સેક્ટરમાં પણ ગ્રોથ નોંધી શકાય છે. સાથે જ બ્રિટન અને ભારતમાં આ કરારને કારણે રોજગારીની તકો પણ અનેકગણી વધી જશે.

ABOUT THE AUTHOR

...view details