અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 1,020.80 પોઈન્ટ (1.73 ટકા) તૂટીને 58,098.92ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 302.45 પોઈન્ટ (1.72 ટકા)ના ઘટાડા સાથે 17,327.35ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 59,000 અને નિફ્ટી 18,000ની નીચે ગગડી ગયો છે.
નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના (Tradebulls Securities) ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુએસ ફેડ દ્વારા દરમાં વધારાને પગલે ભારતીય સૂચકાંકોએ નકારાત્મક ઝોનમાં વેપાર કરવાનું ચાલુ રાખ્યું છે. વેપારીઓ હવે RBIની આગામી પૉલિસી અને લિક્વિડિટીને સરળ બનાવવાની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે અને ચલણમાં વર્તમાન રન અને ઘટતા અનામત વિશે વાત કરી રહ્યા છે. સંખ્યાબંધ એજન્સીઓએ ભારતના આર્થિક વિકાસ માટેના તેમના અનુમાનમાં ઘટાડો કર્યો છે. આગામી સપ્તાહે બેન્ક, કેપિટલ ગુડ્સ નબળા રહેવાની ધારણા છે જ્યારે હેલ્થકેર અને એફએમસીજી આવતા સપ્તાહે થોડી મજબૂતી બતાવી શકે છે.