નવી દિલ્હી:છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે 128.55 અબજ ડોલરનો વેપાર થયો હતો. આ દર્શાવે છે કે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર વધારવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. આ સાથે ભારત અને અમેરિકા આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે સતત કામ કરી રહ્યા છે.
યુ.એસ. સાથે 3-વર્ષના વેપારના આંકડા: વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસાર, ભારત અને યુએસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર 2022-23માં 7.65 ટકા વધીને 128.55 બિલિયન ડોલર થવાની ધારણા છે. અગાઉના નાણાકીય વર્ષ (2021-22)માં બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર 119.5 બિલિયન ડોલર હતો, જ્યારે 2020-21માં તે માત્ર 80.51 બિલિયન ડોલર હતો.
આ પણ વાંચો:7TH PAY COMMISSION : મોંઘવારી ભથ્થું શું છે અને કેવી રીતે શરૂ થાય છે, જાણો